દિલ્હી પબ્લિક સ્કૂલમાં એજ્યુકેશન ફેર

રાજકોટ તા,6
દિલ્હી પબ્લિક સ્કૂલ રાજકોટમાં એજ્યુકેશન ફેર યોજાયો હતો. શાળાના ધોરણ 2 થી 12ના વિદ્યાર્થીઓ દ્વારા એજ્યુકેશન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું ઉદઘાટન ડો.લાલ રાઠોડ, ડો. લતા જેઠવાણી જેવા માનનીય ડોક્ટરોએ ડીજીટલી કર્યું. જાડેજા, ડી.સી.પી. રાજકોટ, કર્નલ તુષાર જોશી, એન.સી.સી રાજકોટ, પ્રો.વાઈસ ચેરમેન રાજેન્દ્ર કામદાર અતિથી વિશેષ તરીકે હાજર રહયા હતાં. મેનેજીંગ કમિટીના,સભ્યો, પેરેન્ટ્સ - ટીચર્સ કાઉન્સીલ,વાલીગણ, વિવિધ શાળાના પ્રિન્સીપાલ તથા શહેરનાં અગ્રગણ્ય મહાનુભાવોએ તેમનો અમૂલ્ય સમય ફાળવીને વિદ્યાર્થીમીત્રોએ તૈયાર કરેલ પ્રોજેકટસ નિહાળ્યા હતાં. શાળાના વાદ્યવિભાગના વિદ્યાર્થીઓએ સુંદર ધૂન સાથે આમંત્રિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું .
આ પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ સંગીતમય નૃત્ય શો-સર્વધર્મ સમભાવના તથા સ્વબચાવની કેટલીક રીતો ધોરણ -2 થી 5 ના વિદ્યાર્થીઓએ રજુ કરી હતી. આ ઉપરાંત નારી સશક્તિકરણ ઉપર એકાંકી અભિનય(અ ભફહહ જ્ઞિં યક્ષમ લયક્ષમયિ શક્ષયિીફહશિું) માસ મીડિયાના ધો. 11 અને 12 ના વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરવામાં આવેલ.વિશેષમાં રોબોટીક્સ મોડેલ્સ , ઐતિહાસિક સ્મારકો, બાયો ટેકનોલોજી.સેન્સર ડીવાઈસ, સ્માર્ટસિટી, મોર્ડન ઇરિગેશન સિસ્ટમ,ડ્રોન્સ, આર્ટ-પેન્િંટગ્સના પ્રોજેકટસને પણ સારો પ્રતિસાદ મળ્યો હતો .
વિદ્યાર્થીઓએ નવીનતમ અને વૈવિધ્યતા સાથેના વિવિધ વિષયો જેવાકે મેથ્સ, સાયન્સ, સોશિયલ સાયન્સ, આઈ. ટી., લેન્ગ્વેજ ,કોમર્સ અને રમતગમતમાં -પઝલ્સ, ઇન્ટરેક્ટીવગેમ્સ તથા વર્કિંગ મોડેલ્સ ને આવરી લેવામાં આવ્યા હતાં . મુલાકાતીઓએ પોતાની આંખ, બી.એમ.આઈ., તથા બી.પી.ની તપાસણી ડો .ક્લબના વિદ્યાર્થીઓ પાસે કરાવી હતી .
શાળાના પ્રિન્સીપાલ ડો.મનોજ દૂબેએ પ્રસારણ વિભાગ તથા પ્રેસ વિભાગને જણાવ્યું કે, આવા કાર્યક્રમોનું આયોજન કરવાથી અમારા વિદ્યાર્થીઓનું વિવિધ ક્ષેત્રમાં જ્ઞાન વધે અને તેમની કાર્યશૈલીને વધુ મજબૂત કરી શકે,જેનાથી તેમનો સર્વાંગી વિકાસ સધાય અને ભવિષ્યમાં તેઓ ઉતરોતર પ્રગતી કરે. કર્નલે પ્રસારણ વિભાગ તથા પ્રેસ વિભાગને જણાવ્યું કે, શાળાના વિદ્યાર્થીઓએ સુંદર પ્રોજેક્ટ્સ રજુ કર્યા જે ખરેખર તેજસ્વી શિક્ષકો તથા શાળાના પ્રિન્સીપાલ યશને પત્ર છે. સૌને અભિનંદન પાઠવ્યા હતા.