બોલબાલા ટ્રસ્ટ દ્વારા જલારામ બાપાની જન્મજયંતી ઉજવાશે

રાજકોટ, તા.6
બોલબાલા ટ્રસ્ટ દ્વારા આ દિને પરંપરાગત રીતે પૂ. જલારામ બાપાની 219મી જન્મ જયંતિ પૂર્ણ આસ્થા તેમજ ધર્મમય રીતે ઉજવવામાં આવશે. આ દિને અનેક ધાર્મિક તેમજ સેવાકીય કાર્યક્રમો દ્વારા પૂ.બાપાના સિધ્ધાતો મુજબ ભૂખ્યાને ભોજન અને હરિનું નામ સ્મરણથી અનેક કાર્યક્રમો-108 દીવાની દીપમાળા, મહા આરતી, ધ્વજરોહણ, આકર્ષક રંગોળી, અન્નકૂટ દર્શન, પૂજ્ય-જલારામ બાપાને પ્રિય એવા કાર્યક્રમ ભૂખ્યાને ભોજન, અન્નક્ષેત્રમાં મીષ્ટભોજન અંપગ તેમજ નિરાધાર ગૌમાતાઓને લાડુનું ભોજન પિરસવામાં આવશે. તેમજ પૂ.જલારામ બાપાની 219મી જન્મ જયંતિને અનુલક્ષીને 219થી વધુ જરૂરતમંદો, વિધવા-ત્યક્તા બહેનોને સાડીનું વિતરણ તથા જલારામ બાપાના પુજન કરેલ યંત્રોનું પણ નિ:શુલ્ક વિતરણ કરવામાં આવશે.
આ અવસરની શૃંખલામાં સંતો, મહંતો, તથા સમાજશ્રેષ્ઠીઓની વિશેષ ઉપસ્થિતિમાં-દાતાઓ તેમજ શ્રેષ્ઠીઓના વિશેષ સન્માનનો પણ કાર્યક્રમ આયોજીત કરેલ છે. નવા વર્ષ નિમિતે સાંજે 7.00 કલાકે સ્નેહ મિલન તેમજ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવે છે.
સંસ્થા દ્વારા આયોજીત જલારામ બાપાની જન્મ જયંતિ નિમિતે સર્વેને સહપરિવાર પૂજન અર્ચન, દર્શન તેજમ પ્રસાદનો લાભ લેવા-બોલબાલા, 9/18 લક્ષ્મીવાડી ખાતે જણાવાયું છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા જયેશ ઉપાધ્યાયના માર્ગદર્શન તળે ટ્રસ્ટના અગ્રણી કાર્યકર્તાઓ નિતિન ભગદેવ, કમલેશ મહારાજ, ભીખભાઇ દવે, કલ્પેશભાઇ પોપટ, મનોજભાઇ ભગદેવ,મંજુબેન પટેલ તથા ધૂન મંડળની બહેનો, સીનીયર સીટીઝન સેવા સંસ્થાના સદસ્યો સહિતના કાર્યકર્તા જહેમત ઉઠાવી રહ્યાં છે.