સ્ટેચ્યુ ઓફ યુનિટી એ રાષ્ટ્ર દ્વારા સરદારનું સાચા અર્થમાં થયેલુ સન્માન છે

રાજકોટ તા,6
‘લોખંડી પુરૂષ’ સરદાર વલ્લભભાઈ પટેલની જગતની સૌથી ઉંચી પ્રતિમાનું લોકમાતા નર્મદાના તીરે નિર્માણ કરવાનું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું સપનું અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું ‘મિશન’ સાકાર થયું તે ઐતિહાસિક પ્રસંગે દેશ-વિદેશથી સરદારના 37 સ્વજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ના લોકાપર્ણની ઐતિહાસિક ક્ષણોના સાક્ષી બન્યા હતા. આ અભૂતપૂર્વ અવસરે ભાજપ અગ્રણી, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વઉપાધ્યક્ષ અને પક્ષના સૌરાષ્ટ્ર-કચ્છ પ્રવક્તા શ્રી રાજુભાઈ ધ્રુવ સાથેની એક અવિસ્મણીય મુલાકાતમાં સરદારના સ્વજનોએ ભાવવિભોર થતાં કહ્યું હતું કે, સરદારની વિદાયના લગભગ સાત દાયકા બાદ એક વિરાટ રાષ્ટ્રની વિરાટ પ્રતિભાને વિશ્ર્વની સૌથી ઊંચી પ્રતિમા સ્વરૂપે યથોચિત્ત સન્માન બક્ષવામાં આવ્યું છે. સરદારનું આ ભવ્યાતિભવ્ય સ્મારક માત્ર ભારત જ નહીં, સમસ્ત વિશ્ર્વની આવનારી અનેક પેઢીઓને લોખંડી મનોબળ સાથે, નિ:સ્વાર્થેભાવે એક રાષ્ટ્રની અનન્ય સેવા કઈ રીતે થઈ શકે તેની અનોખી પ્રેરણા પૂરી પાડતું રહેશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
સરદારના સ્વજનો સાથેની યાદગાર મુલાકાત અંગે એક નિવેદનમાં શ્રી રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, ‘સરદારના સ્વજનો સાથેની વાતચિત્ત ખુબ જ રસપ્રદ રહી હતી.‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ એ રાષ્ટ્ર દ્વારા સરદારનું સાચા અર્થમાં થયેલું ભવ્ય સન્માન છે. ઉત્કૃષ્ટભાવથી થયેલું તર્પણ છે અને તે અભૂતપૂર્વ છે તે કહેતાં ધીરુભાઈ પટેલ ભાવવિભોર થઈ ગયા હતા: ધીરુભાઈ ઉપરાંત, એમના સર્વ પરિવારજનોએ આવી જ લાગણી વ્યકત કરી હતી.
સરદારશ્રીના સ્વજનોએ રાજુભાઈ સાથેની વાતચીત્તમાં કહ્યું હતું કે, ‘સરદાર સાચા અર્થમાં એક રાષ્ટ્રવાદી રાજપુરૂષ અને નિ:સ્વાર્થ લોકનેતા હતા. સ્વાતંત્ર્યપ્રાપ્તિની વેળાએ દેશ ટ્રકડે ટ્રકડામાં વહેંચાઈ જવાની અણી પર હતો, ભારત રાષ્ટ્ર ખંડ ખંડ થઈ જવાની કગાર પર હતેા ત્યારે સરદારશ્રીએા પોણા છસ્સો જેટલાં રજવાડાઓને પોતાની અત્યંત વિચક્ષણ બુદ્ધિથી મહાન રાષ્ટ્રમાં વિલીન થઈ જવા માટે મનાવ્યા, સમજાવ્યા અને નહીં માનવાનો પ્રયાસ કરનારને અખંડ રાષ્ટ્રની સત્તાનો સ્વીકાર કરવા માટે મજબૂર કર્યા એ કાર્ય એટલું ઐતિહાસિક, મોટું, વિશાળ, પ્રચંડ પડકારરૂપ અને લગભગ અશક્ય જેવું હતું જેની કોઈ સામાન્ય માનવી તો કલ્પના પણ કરી શકે નહિ. સરદારે એકલા હાથે આવું ભગીરથ કાર્ય કઈ રીતે પાર પાડયું તેની વિગતોથી આજ સુધી મોટભાગના દેશવાસીએા અજાણ છે; હવે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ના રૂપે જગતની સૌથી ઊંચી પ્રતિમા નિહાળનાર દેશના અને દુનિયાના લોકોને સ્વભાવિક ઉત્કંઠા થશે કે, જેની આટલી વિરાટ પ્રતિમા બનાવવામાં આવી છે એ વિભૂતિ કોણ હતી. પરિણામે, સરદારશ્રીના જીવન-કવન વિષે તેએા વધુ જાણવાની કોશિશ કરશે. સરદારશ્રીના વ્યક્તિત્વ, એમના વિચરારો અને એમના કાર્યોથી તેઓ અવગત થશે અને અનોખી પ્રેરણા મેળવશે. થોડાંક હજાર લોકો પણ સરદારના અનન્ય જીવનથી પ્રેરિત થશે તો તેઓનું તો જીવન બદલાશે જ પરંતુ, તેઓ બીજા હજારો, લાખો અને કરોડો લોકોના જીવન પલટાવી શકશે. આ દ્રષ્ટીએ સરદારશ્રીના આ ભવ્યાતિભવ્ય સ્મારકનું મહત્વ શું છે તેની સરળતાથી કલ્પના થઈ શકે તેમ છે.’