પરાપીપળીયામાં હઝરત અહેમદશા પીરનો બે દિવસીય ઉર્ષ ઉજવાશેNovember 06, 2018

રાજકોટ તા.6
રાજકોટ-જામનગર હાઇવે પર આવેલા પરાપીપળીયા ગામે આવેોલા હઝરત અહેમદશા પીર સાહેબનો તા.6 અને 7 નવેમ્બરના રોજ ઉર્ષ મુબારક શાનો શોૈકતથી ઉજવાશે. હિન્દુ-મુસ્લિમ કોમી એકતાના પ્રતિક સમા ધાર્મિક સ્થળે હજારો ભાવિકો ઉમટતા હોય અને સંદલ શરીફ, મીલાદ, કવ્વાલી અને ન્યાઝ સહિતના કાર્યક્રમના સાક્ષી બનશે. વર્ષોથી યોજાતા ઉર્ષ મુબારકમાં ગામો ગામથી ભાવિકો દર્શનનો લાભ લેવા આવશે અને દરગાહ શરીફના દિદાર કરી ક્ધયતા અનુભવશે.
રાજકોટ-જામનગર હાઇવે પર આવેલા પરાપીપળીયા ગામે હિન્દુ-મુસ્લિમની આસ્થાના પ્રતિક સમા હઝરત અહેમશા પીર સાહેબનો વર્ષોથી શાનોશૌક્તથી ઉર્ષ મુબારક ઉજવાઇ છે. આગામી તા.6 અને 7 નવેમ્બરના રોજ યોજાનારા ઉર્ષ મુબારકનું ટ્રસ્ટના કર્તાહર્તા દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. મંગળવારે બપોરે 4 વાગ્યે દરગાહ શરીફના મુંજાવર નથુશા બાપુના નિવાસ સ્થાનેથી સંદલ શરીફ નીકળશે અને વાજતે ગાજતે સંદલ શરીફ દરગાહ ખાતે પહોંચશે. ત્યારબાદ રાત્રીના 9 થી 10 કલાક દરમિયાન મીલાદ શરીફનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ રાત્રીના કવ્વાલીના કાર્યક્રમમાં કવ્વાલો પોતાના કંઠ રજૂ કરીને ભાવિકોને ડોલાવશે.
દરમિયાન 7 નવેમ્બરના રોજ બપોરના 12 થી 4 વાગ્યા સુધી ન્યાઝ શરીફનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારબાદ સાંજના 6 વાગ્યે વિસર્જનની સાથે ઉર્ષ મુબારકની ઉજવણી પૂર્ણ કરવામાં આવશે. પરાપીપળીયા ગામના લોકોના સહકારથી બે દિવસ દરમિયાન આખા ગામમાં ભક્તિમય માહોલ સર્જાઇ જશે વર્ષોથી યોજાતા ઉર્ષ મુબારક પ્રસંગે ગામે ગામથી હિન્દુ-મુસ્લિમ ભાવિકો ઉમટી પડે છે. આ તમામ ભાવિકોની સુવિધાને ધ્યાને લઇ ટ્રસ્ટના કર્તાહર્તાઓએ ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ દીધો છે. નોંધનીય એ છે કે હઝરત અહેમદશા પીર માત્ર મુસ્લિમ નહી પરંતુ હિન્દુઓની આસ્થાનું પ્રતિક છે. જેના કારણે હિન્દુઓ ઉર્ષ મુબારકમાં ઉત્સાહભેર જોડાઇ છે. ઉર્ષ મુબારકમાં હિન્દુ-મુસ્લિમ બિરાદરોને લાભ લેવા હઝરત અહેમદશા પીર દરગાહ શરીય ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.

 
 
 

Related News