બજરંગ ટ્રસ્ટના જલારામ જયંતી શોભાયાત્રા ફ્લોટનું સન્માન November 06, 2018

રાજકોટ, તા.6
જલારામ જયંતી નિમિતે યોજાયેલ ગત વર્ષની શોભાયાત્રામાં બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટના બે ફોર વ્હીલર ફ્લોટે રંગત જમાવી જલારામ, મહાદેવ, હનુમાનજી, મહિસાસુર, રિછ, રાક્ષસ વિગેરેના પાત્રોમાં કાર્યાલયના કાર્યકરોએ ફ્લોટને ભક્તિમય, દર્શનીય અને આકર્ષણરૂપ બનાવવા ખૂબ જ જહેમત ઉઠાવી હતી તેમજ બજરંગ ટ્રસ્ટના ફ્લોટને ત્રીજો નંબર અપાવી વિજેતા થયેલ તે બદલ જલારામ જન્મોત્સવ સમિતિના અગ્રણીઓ રમેશભાઇ ઠક્કર, પ્રતાપભાઇ કોટક, કાશ્મીરાબેન નથવાણી, પ્રવીણભાઇ કાનાબાર, યોગેશભાઇ પુજારા, અશોકભાઇ હિન્ડોચા, મયંકભાઇ પાઉં, ભરતભાઇ સોઢા વિગેરે દ્વારા બજરંગ ટ્રસ્ટનું સન્માન કરવામાં આવ્યું હતું.