નવા વર્ષની પ્રજાજનોને શુભકામના પાઠવતા પ્રદેશ કોંગ્રેસના નિરીક્ષકNovember 06, 2018

રાજકોટ તા.6
રાજકોટ સહિત સમગ્ર દેશમાં પ્રજાજનો દિપાવલીના પંચ પર્વાત્મિકાની ઉજવણીમાં વ્યસ્ત અને મસ્ત બની છે ત્યારે આવનારૂ વિક્રમ સંવંતનુ નવું વર્ષ લોકોને સુખાકારી સાથે સમૃદ્ધિ અને સ્વાસ્થ્યપ્રદ રાખે તેવી શુભકામના લોધિકા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને મોરબી જિલ્લાના કોંગ્રેસના નિરિક્ષક મનોજ રાઠોડે પાઠવી છે. તેઓએ જણાવ્યું છે કે નોટબંધી, જીએસટી પછી હવે સમગ્ર દેશની પ્રજા પેટ્રોલ ડિઝલના ભાવ વધારામાં પીસાઇ રહી છે. ખેડૂતોને ખેત ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળતા નથી. આમ છતાં ઉત્સવ પ્રિય પ્રજા આ તમામ મુશ્કેલીઓ વચ્ચે પણ દિવાળી પર્વની ઉજવણીમાં વ્યસ્ત અને મસ્ત બની છે. દેશમાં દિવાળી એ મહત્ત્વનું મહાપર્વ છે. સનાતન હિન્દુ ધર્મમાં આ પર્વ સાથે વિક્રમ સંવતનુ નવું વર્ષ શરૂ થાય છે ત્યારે આવનારૂ વર્ષ દરેક ભારતીય માટે સુખાકારી અર્પે. સાથોસાથ જનઆરોગ્ય પણ સ્વસ્થ રહે તેવી શુભેચ્છાઓ મનોજ રાઠોડે પાઠવી છે. તેઓએ ઉમેર્યું છે કે લોકો હજુ નોટબંધીને ભૂલી શકયા નથી. સોશિયલ મીડિયામાં વહેતા રમુજી સંદેશાઓ પણ હજુ નોટબંધીને લોકો યાદ કરી રહ્યા છે તે જ બતાવે છે કે, નોટબંધી, જીએસટી પછી હવે પેટ્રોલ-ડિઝલના કમરતોડ ભાવ વધારા વચ્ચે પ્રજા પોતાના જ ગાલ પર તમાચો મારી ગાલ લાલ રાખીને દિવાળી જેવા મહત્વપુર્ણ તહેવારોની ઉજવણી કરી રહી છે. તેમ જણાવી મનોજ રાઠોડે પ્રજાજનોને અભિનંદનસહ દિવાળીની શુભકામના પાઠવી છે.

 
 
 

Related News