સમસ્ત લેઉવા પટેલ સમાજ તથા વિવિધ સંસ્થાઓ દ્વારા સરદાર પટેલને ભાવાંજલિNovember 06, 2018

રાજકોટ તા,6
અખંડ ભારતના શિલ્પી, લોહપુરુષ, નીડર, પ્રમાણીક, વિચક્ષણ રાજપુરુષ, બાહોશ વહીવટકર્તા, સ્પષ્ટવકતા, કુશળ રાજનીતિજ્ઞ, વગેરે જેવા અનેક સદ્ગુણો ધરાવનાર અને ચાણકય જેવી બુધ્ધિ - પ્રતિભા અને દિર્ઘદ્રષ્ટિવાળા ‘મહામાનવ’ એવા ‘સરદાર’ વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે આ મહાપુરુષનું ઋણ સ્વીકાર કરી ભાવાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ સરદાર પટેલ સોશ્યો ગ્રુપ - બેડીપરા, સરદાર પટેલ સોશ્યલ વેલ્ફેર ટ્રસ્ટના તથા સરદાર પટેલ મહિલા સોશ્યલ ગ્રુપ - બેડીપરા, રાજકોટના સંયુકત ઉપક્રમે આયોજીત કરવામાં આવેલો હતી.
આ તકે ધારાસભ્ય ટપુભાઈ લિંબાસિયા, રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર અશ્ર્વિનભાઈ મોલિયા, સમસ્ત લેઉવા પટેલ સમાજના પ્રમુખ ધરમશીભાઈ નાથાણી, માનદ્મંત્રી ખીમજીભાઈ લુણાગરિયા, ખજાનચી શિવલાલભાઈ લિંબાસિયા, ઉપપ્રમુખ પરસોત્તમભાઈ વેકરિયા, ટ્રસ્ટી હંસરાજભાઈ પીપળિયા, ઘેલાભાઈ શિંગાળા, ભરતભાઈ ગજેરા, અલ્પેશ લુણાગરિયા, દિલીપભાઈ લુણાગરિયા, સવજીભાઈ અકબરી, રમેશભાઈ અકબરી, માધવજીભાઈ કેરાળિયા, અરવિંદભાઈ હાપલિયા, વિનુભાઈ તરાવિયા, સરદાર પટેલ સોશ્યલ વેલ્ફેર ટ્રસ્ટના ઉપપ્રમુખ જી.એલ.રામાણી (એડવોકેટ) માનદ્મંત્રી ખીમજીભાઈ લુણાગરિયા, ખજાનચી રમેશભાઈ ગોંડલિયા, આયોજનમંત્રી સુરેશભાઈ અકબરી, સહમંત્રી જયસુખભાઈ કિયાડા, ટ્રસ્ટી બાબુભાઈ પાનસુરિયા, પરસોત્તમભાઈ ગજેરા, સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ બેડીપરાના પૂર્વ પ્રમુખ ધરમશીભાઈ સાવકિયા, માનદ્મંત્રી િ5યુષભાઈ અણદાણી, પ્રમુખ વિનોદભાઈ કાકડિયા, હોદ્દેદારો પી.એચ.લુણાગરિયા, ગોરધનભાઈ સોરઠિયા, ભગવાનજીભાઈ કથીરિયા, સુખલાલભાઈ કોટડિયા, અર્જુનભાઈ લુણાગરિયા, વિનોદભાઈ કોઠિયા આ કાર્યક્રમમાં સમાજ સેવાને અર્પિત સમાજ અગ્રણી એવા વડીલ મુરબ્બી નાથાભાઈ સોજીત્રાનું સામાજીક યોગદાન બદલ પૂર્વ ધારાસભ્ય ટપુભાઈ લિંબાસિયા તથા પ્રમુખ ધરમશીભાઈ નાથાણીએ પુષ્પહાર દ્વારા સન્માન કર્યુ હતું.
આ તકે પૂર્વ ધારાસભ્ય ટપુભાઈ લિંબાસિયાએ ‘સરદાર’ વિશે તથા તેમના રાષ્ટ્ર પ્રત્યેનો યોગદાન તથા રજવાડાઓના એકત્રીકરણમાં આપેલ યોગદાન વિશે ઉદ્બોધન કર્યુ હતું. તેઓએ સરદારની સેવાને બિરદાવી તેમના ગુણો અનુસરવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમની શરુઆતમાં સ્વાગત પ્રવચન સમસ્ત લેઉવા પટેલ સમાજ - બેડીપરાના પ્રમુખ ધરમશીભાઈ નાથાણીએ કર્યુ હતું. જ્યારે આભારદર્શન સરદાર પટેલ સોશ્યલ વેલ્ફેર ટ્રસ્ટનાં ઉપપ્રમુખ જી.એલ.રામાણી (એડવોકેટ)એ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન માનદ્મંત્રી ખીમજીભાઈ લુણાગરિયાએ કર્યું હતું. કાર્યક્રમની વ્યવસ્થા સમસ્ત લેઉવા પટેલ સમાજના ખજાનચી શિવલાલભાઈ લિંબાસિયા તથા ઉપપ્રમુખ પરસોત્તમભાઈ વેકરિયાએ કરી હતી.