જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા ઝંડીઓનું વિતરણ કરાયુંNovember 06, 2018

રાજકોટ તા.6
સંતપુરૂષ પૂ.જલારામબાપાની 219 મી જન્મજયંતિની રાજકોટમાં જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. રાજકોટનો જલારામ જન્મોત્સવ સમિતિના કાર્યાલય લોહાણા મહાજન વાડી - કરણપરા ચોક - રાજકોટ ખાતે તમામ જલારામ ભક્તોની દરરોજ રાત્રે 9.30 થી 11 દરમ્યાન સંકલન અંગેની બેઠકો યોજાય છે. જેમાં અનેકવિધ અગ્રણીઓ જલારામભક્તો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપી રહ્યા છે. ત્રિકોણ બાગ ખાતેથી જલારામબાપાની ઝુંડી વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવેલ. તમામ રીક્ષાઓમાં કારમાં જલારામબાપાની ઝુંડી બાંધવામાં આવી હતી તથા શોભાયાત્રામાં સામેલ થવાનું જલારામ જન્મોત્સવ સમિતિ રાજકોટ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે. જેમાં રમેશભાઇ ઠક્કર, પ્રવિણભાઇ કાનાબાર, અશોક હિંડોચા, કલ્પેશભાઇ તન્ના, નવીનભાઇ છગ, વજુભાઇ વિઠલાણી, રમણભાઇ કોટક, મયંકભાઇ પાઉ, હિતેષભાઇ પોપટ, અજયભાઇ ઠકરાર, નરેન્દ્રભાઇ ખોલીયા, જશુબેન વસાણી, જગદીશભાઇ કોટેચા, અશ્ર્વિનભાઇ મીરાણી, રાજેશભાઇ મીરાણી, અક્ષર કાનાબાર, મેહુલભાઇ નથવાણી, રાજુભાઇ કક્કડ, યોગેશભાઇ પુજારા, ભાવિનભાઇ કોટેચા, યતીનભાઇ ઉનડકટ, અતુલભાઇ ત્રિવેદી સહિત વિશાળ સંખ્યામાં જલારામ ભક્તો જોડાય છે. આજે પંચનાથ મહાદેવ મંદિરે બેનર લગાડવામાં આવશે.