ધાર્મિક સામાચારNovember 06, 2018

પેન્શનર્સ એસો. ભાવનગર ડિવીઝનનું 11મીએ સ્નેહમિલન
પેન્સનર્સ એસોસીએસન ભાવનગર ડિવિઝન ભક્તિનગર બ્રાન્ચનું સ્નેહ મિલન તા.11-11-2018ના રોજ સાંજે ચારથી સાત એસોસીએસનની ઓફિસ ખાતે રાખવામાં આવેલ છે. નવેમ્બર માસમાં જે પેન્સનર્સ મિત્રોનો જન્મદિવસ છે. તેની ઉજવણી પણ રાખેલ છે. તો દરેક સભાસદોને મિટિંગમાં હાજર રહેવા અનુરોધ કરાયો છે.
દાદાના કૈલાસવાસથી રણજીતવિલાસ પેલેસમાં સ્નેહમિલન મુલતવી
શ્રી માંધાતાસિંહજી જાડેજાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, રણજીત વિલાસ પેલેસ ખાતે નૂતનવર્ષના પાવન પર્વે પ્રતિવર્ષે યોજાતી કચેરી તથા શુભેચ્છા સ્નેહ મિલન આદરણીય ઠાકોર સાહેબશ્રી મનોહરસિંહજી જાડેજાનો કૈલાસવાસ થયો હોવાથી આ વર્ષે મુલત્વી રાખવામાં આવેલ છે.
ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ દ્વારા 9મીએ સ્નેહમિલનનું આયોજન
ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્ત, દ્વારા દર વર્ષની જેમ સમગ્ર જ્ઞાતિ સમસ્તનું સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ જ્ઞાતિ પ્રમુખ નરેન્દ્રભાઇ સોલંકીની અધ્યક્ષતામાં આ સંમેલન યોજાશે. જ્ઞાતી સમસ્ત દ્વારા સમગ્ર વર્ષ દરમ્યાન સમાજના દરેક લોકો સંગઠિત બને. એક બને એક બીજાનો મદદરૂપ થઇ સમગ્ર સમાજનો વિકાસ યોગ્ય દિશામાં કરી શકે તે વિવિધ સામાજીક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતુ હોય. ત્યાર આવનાર નવા વર્ષમાં પણ સમાજનો વધુમાં વધુ વિકાસ થાય લોકો સંગઠીત બને તે માટે તા.9-11-2018, ભાઇબીજના મહાપર્વ નિમિતે ગુ.ક્ષ. કડિયા સમસ્ત દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં જ્ઞાતિ સમસ્તના પ્રમુખ નરેન્દ્રબાપુ, તથા શ્યામવાડી ટ્રસ્ટના પ્રમુખ મનુભાઇ ટાંક, શ્યામ મંદિર સમિતિના પ્રમુખ અરવિંદભાઇ ટાંક, મોહન માંડણ વિદ્યાર્થી ભવન સમિતિના ચેરમેન નરસિંહભાઇ સવાણી, વિદ્યાર્થી મંડળના પ્રમુખ ડી.પી. રાઠોડ, સાંસ્કૃતિ સમિતિના વિરેનભાઇ કાચા ઉ5સ્થિત રહેશે. આ કાર્યક્રમ શ્યામવાડી ટ્રસ્ટ, ભક્તિનગર સર્કલ પાસે, રાજકો ખાતે સવારે 9 થી 11 કલાકે રાખવામાં આવેલું છે.
રાધેશ્યામ ગૌશાળા દ્વારા 12મીથી શ્રીમદ્દ ભાગવત કથા
રાધેશ્યામ ગૌ શાળા તથા સત્યેશ્ર્વર ધુન મંડળ દ્વારા શ્રીમદ્દ ભાગવત કથાનું તા.12 થી આયોજન કરાયું છે. કથાકાર દમયંતીબેન એમ.જાનીના વ્યાસાસને બિરાજી રામધુર સંગીત સાથે ભાવસભર શૈલીમાં કથાનું રસપાન કરાવશે. કથાનું રામાપીર મંદિર, રામાપીર ચોકડી પાસે, ફાયર બ્રિગેડની બાજુમાં, 150 રીંગ રોડ, ખાતે યોજાશે. પોથીયાત્રા તા.12 ને સોમવારે સાંજે 4-00 કલાકે રાખવામાં આવેલો છે તેમજ કથાનો સમય સવારે 8:30 થી 12:00 તથા બપોરે 3:00થી 7-00 નો રાખવામાં આવેલો છે. તેમજ શ્રીમદ્દ ભાગવતના દરેક પ્રસંગોને આવરી લેવામાં આવશે. આ કથાનું આયોજન રાધેશ્યામ બાપુ, ગિરીશભાઈ ચાવડા, હરેશભાઈ વાઘેલા, પ્રવિણ અદા, લગધીરસિંહ જાડેજા, ધર્મેશભાઈ વાળા, નિર્મલભાઈ સરવૈયા, કલ્પેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવ્યું છે. રાધેશ્યામ ગૌશાળા માં દરરોજ બાળકોને સાંજે 6-00 કલાકે બટુક ભોજન આપવામાં આવે છે. હરિદ્વારમાં શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ તા.17-11-2018 થી 23-11-2018 સુધી રાખેલ છે. કથાકાર મનોજભાઈ આર.જાની કથાનું રસપાન કરાવશે.