રિમોટ કંટ્રોલ્ડ કેન્ડલનું આકર્ષણ, દેશી બનાવટનાં કોડિયા

રાજકોટ તા.6
દિવાળી આવતી કાલે ઉજવાશે ત્યારે ઘર સજાવટ અને સુશોભનની ચીજ વસ્તુઓની ખરીદી અંતિમ ચરણમાં છે. આ વખતે બજારમાં એલઈડીવાળા તોરણોનું આકર્ષણ જોવા મળ્યું છે. ઉપરાંત રિમોટથી ઓપરેટ થતી મીણબતી, ક્રીસ્ટલ અને ગ્લાસ કેન્ડલ સાથે જ દેશી બનાવટના કોડીયા પણ એટલા જ લોકપ્રિય છે.
જોહર કાર્ડવાળા હસનેનભાઈએ જણાવ્યુ હતું કે, એલઈડી લાઈટવાળા તોરણ, કેન્ડલ, રીમોટ સાથે કેન્ડલ, શુદ્ધ હાથ બનાવટનાં કોડીયા દેશી ફલોટીંગ કેન્ડલ, વુડન કેન્ડલ ક્રીસ્ટલ અને ગ્લાસ કેન્ડલ થાઈલેન્ડની સ્પે.કેન્ડલ ઘર સજાવટ માટે લાફીંગ બુદ્ધા, અનેક વેરાઈટીમાં શો પીસ, કોલાર્જ ફ્રેમ, ગ્લાસ વોલ કલોક એલઈડી લેમ્પ રોડ કલર નેટવાળા પડદા દીવાળીનુ ડેકોરેશન રૂમાના કલોક છે.
પબજી અને પાન્ડા કેરેકટરમાં અનેક આઈટમ સ્માઈલી લોગોની આઈટમ સ્પે.કર્ટન કેન્ડલ કોકોનટ કેન્ડલ, લેડરીઝ અને જેન્ટસની
કાંડા ઘડીયાળ વીન્ડ આઈમ બોયઝ ગર્લ્સ એકસેસરીઝ વોલેટ અને પર્સ ફેશન જવેલેરી, એપ્પી દિવાલી સ્પે.ચોકલેટ અને ગીફટ બોકસ મોબાઈલ અથવા કેમેરામાંથી પાડેલ ખાસ સેલ્ફી ફોટોવાળી પર્સન લાઈઝડ ગીફટસ દિવાળીનાં એસપી શુભેચ્છા પાઠવતા કલર ફૂલ કાર્ડસ અને કોર્પોરેટ માટે પોતાના પેઢી નામના પ્રિન્ટીંગ કરાવવા માટેના એસપી કાર્ડસ પણ ઉપલબ્ધ
છે. આ ઉપરાંત અમારા 3 માસમાં રાખેલ
અનેક વેરાઈટી ગ્રાહકોનું મન મોહી લેશે.
ઉપરની વિગતો હસનનેભાઈ જોહર કાર્ડસવાળાએ જણાવેલ છે.