8મી નવેમ્બરનો ઘટનાક્રમ

મિત્રો...
8મી નવેમ્બર રાતે 8ના ટકોરે નાનાથી લઇ મોટેરાઓ સૌ કોઇ ટેલિવિઝન સામે ગોઠવાઇ ગયા હતા. અચાનક નોટબંધીની જાહેરાત કરવામાં આવી દેશભરમાં નોટબંધી, વડાપ્રધાનની જાહેરાત છતા પણ કોઇ માનવા જ તૈયાર થતું નહતું. અચાનક બે દિવસ તમામ બેંકો બંધ રહેશે તેવી જાહેરાત કરી દેવામાં આવેલી. આ જાહેરાતથી લોકો ચોંકી ઉઠયા અને દેશના લોકોમાં ગલી-ગલીએ ચર્ચાનો દૌર શરૂ થયો. નોટબંધીને કારણે દેશના લોકોએ જે ઘટનાઓ અનુભવી તેવો તેનો વિચાર સુધ્ધા કરેલ નહતો. બે દિવસ બેઠો બંધ રહી પછી ખુલ્લી બેંકનું કામકાજ શરૂ થયું ત્યારે અચાનક જ કેટલાક ન જોયા હોય તેવા દ્રશ્યો સર્જાયા.
કોઇ સ્પષ્ટ સુચનાના અભાવે બેંકોમાં નો કેશના પાટીયા લાગ્યા, નાણાં સ્વીકારવાનો ઇન્કાર થવા લાગ્યો. બેંકની બહાર ગ્રાહકોની લાઇન અને ભીડ સર્જાણી અને અફડાતફડીનાં દ્રશ્યો સર્જાવા કોઇ સ્પષ્ટ વિચારણાના અભાવે અચાનક જ નોટબંધી લાગુ પડેલી હોવાથી બેન્કરો સરકાર પાસેથી સ્પષ્ટતા માંગતા રહ્યા. સ્પષ્ટતાના અભાવે લોકોના કાર્યો ખોરંભાતા રહ્યા અને આથી લોકોમાં અજંપો સર્જાયો.
એક ઉત્કૃષ્ટ યોજેલા હોવા છતા સ્પષ્ટતાનાં અભાવે નોટબંધી લોકોમાં અડખામણી બની અને નોટબંધીની યોજનાને કારણે સરકારે લોકોમાં અડખામણ થવું પડયું. હજુ આજે પણ નોટબંધીના કારણે સરકાર જો લોકોના પ્રશ્ર્નોનો ભોગ બની રહ્યા છે.
જુની નોટો જમા કરાવવાના પ્રશ્ર્નો સર્જાયા અસ્તિત્વ ગુમાવી ચુકેલ જુની નોટો જમા કરાવવાના પ્રશ્ર્ન સર્જાયા, માલીકીના નાણા હોવા છતાંય ફકત રૂા.2000 જેવી મામુલી રોકડ બેંકમાંથી મેળવવા માટે લોકોએ હાલાકીનો ભોગ બનવુ પડયું.
કેટલાક મહત્વના ક્ષેત્રે જેવા કે બાંધકામ ઉદ્યોગ, બુલીયન માર્કેટ, વાહન ઉદ્યોગ વગેરેમાં મંદીના ઓછાવાની શરૂઆત થઈ અને નોટબંધી લાગુ થવાના 3 મહિના બાદ જ દેશનો આર્થિક વિકાસ દર એટલે કે જીડીપી નોંધાવાઈ રીતે ખરડાવાની શરૂઆત થઈ
કેન્દ્રીય બજેટમાં 2016-17 માં સરકારે આર્થિક વિકાસ દર 6.7% રહેશે તેની ધારણા સેવી હતી કે જે ઘટીને 57. ની આસપાસ પહોંચી ગયેલો અને ત્યાર બાદ પણ તેમાં ઘટાડાની ભીતી સર્જાયેલી કેટલાક ઉદ્યોગોમાં તો આર્થિક વ્યવહારો જાણે કે સાવ થંભી ગયેલા જોવા મળ્યા મહા બેરોજગારોનો ભય સર્જાયો જે હજુ યથાવત છે.