નોટબંધી 2 વર્ષ આર્થિક ‘હૈયાહોળી’ હજુ યથાવત !

* 8 નવેમ્બરથી બેંકો ઉપર લાગેલી  લાઇનો આજે પણ લોકો યાદ કરે છે *ખાયા પીયા કુછ નહીં ગીલાસ તોડા બારા આના *15.41 લાખ કરોડની કરન્સીમાંથી 15.31 લાખ કરોડ બેંકોમાં સમાઇ ગઇ       8મી નવેમ્બરે નોટબંધીને બે વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકાર અને ભાજપ નોંટબંધીને સૌથી મોટો ફેંસલો ગણાવી રહ્યા છે ત્યારે અર્થશાસ્ત્રીઓ કહ્યું કે મોટો પહાડ ખોદવા છતાંય મળ્યું કાંઈ જ નહીં, નોટબંધીના કારણે દેશ, સરકાર, અર્થવ્યવસ્થા અને આમ આદમીને શું મળ્યું ? જે ઉમ્મીદ હતી તે અનુશાર બ્લેકમની પકડાય ? શું ડુપ્લીકેટ નોટો પર લગામ લાગી ? 500 અને 1000ની નોટો બજારમાંથી હટાવાનું મુખ્ય કારણ કાળુધન અને નોટોની જમાખોરી ઉપર બ્રેક લગાવાનું હતું, નોટબંધી પછી બહાર પાડવામાં આવેલી 2000ની નોટોની સંખ્યા માર્ચ 2017 સુધી 328.5 કરોડ હતી. જેનું મૂલ્ય
6 લાખ 57 હજાર કરોડ રૂપિયા થાય. જોવા જઈએ તો આ આંકડાઓ નોટબંધી દરમિયાન સર્ક્યુલેશનમાં હાજર 1000 રૂપિયાની નોટોનું મૂલ્ય 6.32 લાખ કરોડથી વધારે હતું.
સરકારે કહ્યું હતું કે મોટી નોટોથી બ્લેકમની વધે છે તો થઈ નોટબંધીનો મતલબ શું ? શું 2000ની નોટોથી બ્લેકમનીને પ્રોત્સાહન નહીં મળે. આરબીઆઈના આંકડા પ્રમાણે 11 નવેમ્બર 2016ના રોજ 15.25 લાખ કરોડ રૂપિયાની કરન્સી સર્ક્યુલેશનમાં હતી. 12 ઓકટોબર 2018ના રોજ તે વધીને 18.76 લાખ કરોડ રૂપિયા થઈ એટલે કે લગભગ 3.5 લાખ કરોડ રૂપિયા પહેલાથી વધારે લોકોના હાથમાં છે. નોટબંધીથી એટલું લોકો કહે છે ‘ખાવા પીયા કુછ નહીં. ગીલાસ તોડા બારાઆના’, નોટબંધીના 2 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે છતાંય બજારોમાં આર્થિક ‘હૈયાહોળી’ હજુ પણ યથાવત છે. નોટબંધીથી ન તો કાળુંનાણું અટકયું ન નાબુદ થયું નકલી ચલણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક નિર્ણયના કારણે 125 કરોડ દેશવાસીઓની જીવનશૈલી બદલી નાંખી છે ત્યારે બે વર્ષ પહેલા 8 નવેમ્બરે બેન્કો ઉપર લાગેલી લાઈનો આજે પણ લોકો યાદ કરે છે. 40 ટકા રૂપિયા બજારમાં ફરતા બંધ થઈ ગયા
અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે નોટબંધી પહેલા ગામડા, ખેડૂતો, મહિલાઓ અને બજારમાં રોકડનો પ્રવાહ હતો પણ હાલ બજારમાં રોકડ નથી, બે હજાર રુપિયાની નોટ બજારમાં ઓછી જ દેખાય છે. બે વર્ષ પહેલાની તુલનાએ હાલ સરેરાશ 40 ટકાથી વધારે રોકડ નથી, જોકે નોટબંધીની સકારાત્મક અસર ડિજિટલ ટ્રાન્જેકશન પર જોવા મળી છે. 99.3% આવેલી રકમમાં, સહકારી બેન્કોના રૂપિયા સામેલ નથી!
છઇઈંના રીપોર્ટ મુજબ 99.3 ટકા નોટો પરત આવી ગઈ છે પરંતુ આ નોટોમાં આરબીઆઈને કો-ઓપરેટિવ બેન્કોમાં નોટબંધી દરમિયાન જમા થયેલા રુપિયા સામેલ નથી. જોએ રુપિયાને ભેળવવામાં આવે તો
આંકડો 100 ટકા ઉપર જાય. કો-ઓપરેટીવ બેન્કોને જૂન 2017 સુધી નોટબંધીની તમામ પ્રક્રિયાથી બહાર રાખવામાં આવી છે. નોટબંધી પહેલા અને નોટબંધી પછી સામે આવી બ્લેકમની
નોટબંધી પહેલા બ્લેકમની જમા કરવાની જે યોજના હતી. જેમાં 1 જૂન 2016થી સપ્ટેમ્બર 2016 સુધીમાં 67,382 કરોડ રૂપિયા આવ્યા હતા. સવાલ એ છે કે નોટબંધી પહેલાની યોજનામાં સારી એવી સફળતા મળી તો નોટબંધી કેમ ? નોટબંધી પછી જે બ્લેકમની સામે આવવાની ઘટનાઓ વધવી જોઈએ તેના બદલે 300 ટકા ઘટી ગઈ. નકલી નોટોનું પ્રમાણ વધ્યું
રિઝર્વ બેન્કના રિપોર્ટકાર્ડ મુજબ અર્થવ્યવસ્થામાં નકલી નોટોનો સીલસીલો હજુ ચાલુ જ છે. નોટબંધી પછી 50 અને 100ની નકલી નોટો વધારે આવી 2015-16માં 50 રુપિયાની 6,453 નકલી નોટ પકડાય, 2016-17માં આ આંકડો 19,222 અને 2017-18માં 23,447 પહોંચી ગયો.નોટબંધી પછી રફતાર ઘટી ગઈ તો પછી નોટબંધીનો ફાયદો શું થયો. છઇઈંનો રિપોર્ટ
કુલ કરન્સી 15.41 લાખ કરોડ રૂપિયા નોટબંધી પછી પરત આવ્યા 15.31 લાખ કરોડ રૂપિયા બેન્કો સુધી નથી પહોંચ્યા 10,000 હજાર કરોડ રૂપિયા જે બ્લેકમની અટકાવે એવું કાઈં જ બન્યું નહીં.
નોટબંધી બાદ લોકાની સાહસવૃત્તિ તૂટી ગઈ
દેશમાં બે વર્ષ પહેલા લાદવામાં આવેલી નોટબંધી અને ત્યારબાદ અમલી બનાવાયેલ જી.એસ.ટી. પધ્ધતીના કારણે વ્યાપાર - ઉદ્યોગ ઉપર જબરી અસરો પડે છે અને અચાનક આવેલા આ મોટા બદલાવના કારણે લોકોની સાહસવૃતિ જાણે તુટી ગઈ છે અને હજુ પણ લોકો વ્યાપાર - ઉદ્યોગ ક્ષેત્રે નવું સાહસ કરતા પહેલા સો વાર વિચાર કરે છે. લોકોમાં નવું સાહસ કરવાના બદલે જે છે તે સાચવવાની વૃતિ ઘર કરી ગઈ છે. નોટબંધી અને જીએસટી બાદ આવેલી વૈશ્ર્વિક મંદિના કારણે વ્યાપાર- ઉદ્યોગ ક્ષેત્રનો વિશ્ર્વાસ ડગમગી ગયો હોય તેવી સ્થિતિ છે. અને અનેક નાના - મોટા ધંધાર્થીઓથી માંડી મોટા ઉદ્યોગગૃહો પણ કાચા પડી રહ્યા છે. લોકો નોટબંધીની અસરમાંથી હજુ સંપૂર્ણ બહાર આવી શકયા હોય નહીં થેવી સ્થિતિ જોવા મળે છે.
નોટબંધીથી કયાં નિષ્ફળતા મળી ?
પૂર્વ નાણામંત્રી યશવંત સિંહએ નોટબંધીના બે વર્ષ પૂર્ણ થવામાં છે ત્યારે નિવેદન આપતા જણાવ્યું હતું કે નોટબંધીના સમયે સરકારે ત્રણ મુખ્ય દાવા કર્યા હતો. રોકડામાં કાળાનાણાં, આતંકવાદ અને નકલી નોટો ખતમ કરશે, સરકારે આ ત્રણે ઉદેશ્યમાં નિષ્ફળ રહી, તે ઉપરાંત સરકારની ત્રણથી ચાર લાખ કરોડની બ્લેક રોકડાની વાત ખોટી સાબિત થઈ લગભગ તો સંપૂર્ણ કેશ બેન્કમાં પરત આવી ગઈ. નોટબંધીથી
શું ઘટની બની ?
દેશમાં અચાનક જ રોકડની તંગી સર્જાઈ હજુ યથાવત છે.
દેશમાં આર્થિક વ્યવહારોમાં વિક્ષેપો આવ્યા
દેશભરમાં આર્થિક લેવડ-દેવકમાં અડચણો આવી જે આજે પણ યથાવત છે. જ્યાં ઘટાડો થવાનો હતો તેની વાસ્તવિક સ્થિતિ
ભ્રષ્ટાચાર
ટ્રાન્સપરન્સી ઈન્ડિયાના સર્વે
મુજબ 2017 થી 2018 વચ્ચે લાંચના મામલામાં 11 ટકા વધી ગયા.
નકલીનોટ
3.22 લાખ નકલીનોટ
2016-17માં પકડાઇ
આતંકવાદ
કાશ્મીરમાં 2016માં 322
આતંકી ઘટના બની જે 2017માં વધી 342 થઈ જ્યારે 2018 સુધી 251 ઘટનાઓ બની ચુકી હતી. નોટબંધી કેમ આવી ? અર્થશાસ્ત્રીની નજરે
અર્થશાસ્ત્રી નિર્મલ નથવાણીએ જણાવ્યું હતું કે 2014માં એનડીએની સરકારે શાસન સંભાળ્યું અને કેટલીક માળખાગત બાબતો પર અભ્યાસ કરવાની શરૂઆત કરી ત્યારે એક બાબત એવી ઉડીને આંખે વળગી કે રૂપિયા 500 ની ચલણી નોટોનો સરકર્યુલેશન રેટ 94% જેટલો વધેલો 2009 થી 2014 ના સમયગાળામાં માલુમ પડેલો. જ્યારે આ જ ગાળામાં 1000ની ચલણની નોટોનો સરકયુલેશન રેટ 104% વધેલો માલુમ પડેલો. બહુ જ સીધી વાત છે કે વધેલો સરકયુલેશન રેટ દેશમાં વધેલા આર્થિક વ્યવહારો સુચવે છે. જો આર્થિક વ્યવહારો વધ્યા હોય તો સરકારની કરવેરા સ્વરૂપની આવક પણ નોંધપાત્ર રીતે વધવી જોઇએ, પરંતુ આવું બન્યું નહીં અને કેન્દ્ર સરકાર ચોંકી ઉઠી. વધેલા આર્થિક વ્યવહારોનાં કિસ્સામાં વેરા સ્વરૂપની આવક વધારવા માટેના વિકલ્પો ચકાસવાની સરકારે શરૂઆત કરી અને સરકારને સુઝયો નોટબંધીનો વિચાર ગુપ્ત રીતે વિચારણા બાદ સરકારે અચાનક જ 8મી નવેમ્બર 2016ના રોજ રાતે 8 વાગ્યે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના મુખેથી નોટબંધીની જાહેરાત કરી દેતા દેશમાં હલચલ મચી ગઇ..   ગમે તે હોય પણ પહેલા જેવી મુવમેન્ટ હવે નથી : ધવલ સુદાણી
રાજકોટનાં જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટ ધવલભાઈ સુદાણીએ ‘ગુજરાત મિરર’ સાથે વાતચીત કરતા કહ્યું કે, નોટબંધીને બે વર્ષ જેવો સમય વિત્યા છતાં હજુ રાજકોટમાં ફાયનાન્સીઅલ ક્ષેત્રે પહેલા જેવી મુવમેન્ટ નથી જોવા મળી તે સનાતન સત્ય છે. અત્યારે મકાનના પણ ખપ પુરતા જ સોદાઓ થઈ રહ્યા છે. એમ માનોને કે ટ્રાન્ઝેકશન એક રીતે સાવ બ્લોક થઈ ગયુ છે. ઈન્ડસ્ટ્રીયલ ક્ષેત્રે પણ આવી જ સ્થિત છે. નોટબંધીએ રૂરલ ઈકોનોમી ખતમ કરી નાંખી : સમીર શાહ
સોમાના પ્રમુખ સમીર શાહે ‘ગુજરાત મિરર’ને નોટબંધીને 8મી નવેમ્બરે બે વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે હજુ દેશની આર્થિક હાલત ખરાબ છે. ગવર્મેન્ટ હજુ કોઈ એકશન નહીં લે તો વધુ ખરાબ દિવસો આવશે. નોટબંધીના કારણે રૂરલ ઈકોનોમી ખતમ થઈ ગઈ છે. શહેરી વિસ્તારોમાં ગામડાઓની ખરીદી વધારે હોય છે. નોટબંધી પછી તે ખરીદી નહીંવત થઈ ગઈ છે. નોટબંધીથી બજારમાં
હજુ ખરાબ હાલત થઈ છે. નોટબંધીના સરકારના તમામ દાવા ખોટા પડ્યા
જે કારણસર નોટબંધી કરવામાં આવી હતી તે તમામ દાવા સરકારના ખોટા પડ્યા છે. બ્લેકમની વધી રહી છે, કોઈ ફેર નથી પડ્યો, ભારતીય અર્થવ્યવસ્થા પણ આ પગલુ હજુ મુશ્કેલી ઉભી કરે છે. આરબીઆઈના રીપોર્ટ મુજબ 99.3 ટકા નોટા પરત આવી ગઈ છે. એટલે કે જે દાવા કરવામાં આવ્યા હતા. બ્લેકમની અટકાવાના તેવું કાંઈ જ થયું નથી ઉલ્ટાનું સ્થિતિ વધુ બગડી છે એટલે સરકારના દાવા ખોટા પડ્યા છે.