કર્ણાટક પેટા ચૂંટણીમાં ભાજપને જબરો

બેંગલુરુ તા.6
કર્ણાટકમાં ત્રણ લોકસભા અને બે વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામો ઘોષિત થઈ ચુક્યા છે. કર્ણાટકમાં સત્તાધારી કોંગ્રેસ-જેડીએસ ગઠબંધને ભાજપને મોટો આંચકો આપતા પાંચમાંથી ચાર બેઠકો પર જીત પ્રાપ્ત કરી છે. બેલ્લારી લોકસભા અને જામખંડી વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસને જીત મળી છે. જ્યારે માંડયા લોકસભા અને રામનગર વિધાનસભા બેઠકમાં જેડીએસને જીત પ્રાપ્ત થઈ છે. શનિવારે પાંચ બેઠકો પર 67 ટકા જેટલું વોટિંગ નોંધાયું હતું.
કુલ 31 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં ભાજપના પાંચ, કોંગ્રેસના ત્રણ, જેડીએસના બે અને 21 અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થતો હતો. કર્ણાટકની પાંચેય લોકસભા અને વિધાનસભા બેઠકો પર કુલ 54.5 લાખ વોટર છે. જેમાં 27.2 લાખ પુરુષો અને 27.3 લાખ મહિલા મતદાતાઓ છે. આમાથી કુલ 36.5 લાખ લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ
કર્યો હતો.
રામનગર બેઠક પર મુખ્યપ્રધાન કુમારસ્વામીના પત્ની અનીતા જેડીએસ તરફથી અને બી. એસ. યેદિયુરપ્પાના પુત્ર બીવાઈ રાઘવેન્દ્ર શિવમોગા બેઠક પરથી ભાજપના ઉમેદવાર હતા. ગત ચૂંટણીમાં ત્રણેય

બેઠકોમાંથીબે ભાજપ અને એક બેઠક જેડીએસ પાસે હતી. શિમોગા લોકસભા બેઠક પર ત્રણ ભૂતપૂર્વ મુખ્યપ્રધાનોના પુત્રો વચ્ચે મુકાબલો છે. શિમોગા લોકસભા બેઠક પરથી ભૂતપૂર્વ મુખ્યપ્રધાન બી. એસ. યેદિયુરપ્પાએ શિકારીપુરાથી વિધાનસભા ચૂંટણી લડવારાજીનામું આપ્યા બાદથી ખાલી હતી. આ બેઠક પર યેદિયુરપ્પાના પુત્ર રાઘવેન્દ્રને ભાજપે ઉમેદવાર બનાવ્યા હતા. તો જેડીએસ દ્વારા કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન એ.બંગારપ્પાના પુત્ર મધુ બંગારપ્પાને ઉતારવામાં આવ્યા હતા. બિહારમાં ભાજપના સાથીપક્ષ જેડીયુએ ભૂતપૂર્વ મુખ્યપ્રધાન જે. એચ. પટેલના પુત્ર મહિમા પટેલને ઉમેદવાર બનાવ્યા હતા. શિમોગા બેઠક ભાજપનો ગઢમાનવામાં આવે છે. પરંતુ વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ અને જેડીએસનો સંયુક્તવોટ શેયર ભાજપ કરતા વધારે હતો. તેવામાં આ બેઠકને બચાવવી ભાજપ માટે એક મોટો પડકાર હતો. તો બેલ્લારી ભાજપનો બીજો ગઢ છે. બેલ્લારીથી ભાજપના નેતા શ્રીરામુલુના બહેનશાંતા ઉમેદવાર છે. આ બેઠક આદિવાસી જનજાતિ માટે અનામત છે.