ગોલ્ડન કુશ્તીબાજોનું રાજકોટમાં ધમાકેદાર November 06, 2018

નેપાળમાં કાઠમંડુમાં રમાયેલ ‘સેક્ધડ ઇન્ડો-નેપાળ યુથ ગેમ્સ’માં કુશ્તીમાં ગોલ્ડ મેડલ મેળવી ભારતને ગૌરવ અપાવી વતન રાજકોટ પધારેલા હાર્દિક પેઢા અને અયંત પથાણી તથા ક્રિષ્ના જોશીનું રેલવે સ્ટેશને ધમાકેદાર સ્વાગત થયું હતું. ભારતની ટીમમાં ગુજરાતમાંથી માત્ર ત્રણ જ ખેલાડીઓની પસંદગી થઇ હતી, રાજકોટ માટે ગૌરવની બાબત એ છે કે ત્રણેય ખેલાડીઓ રાજકોટ રૂરલનાં છે. નેશનલ જીત્યા બાદ ઇન્ડો-નેપાળ ગેમ્સમાં પસંદગી પામેલા હાર્દિક પેઢાએ બાંગ્લાદેશનાં ખેલાડીને પછાડી સેમી ફાઇનલમાં જગ્યા બનાવી હતી. સેમીમાં શ્રીલંકાનાં કુસ્તીબાજને ધુળ ચાટતો કરી દીધો હતો અને ફાઇનલમાં યજમાન નેપાળની આર્મીનાં ખેલાડી સાથે કાંટે કી ટક્કરમાં વિજેતા બનીને ગોલ્ડ મેળવ્યો હતો. અયંત અને ક્રિષ્નાએ પણ મેડલ જીતી ભારતને ગૌરવ અપાવ્યું છે. ત્રણેય ખેલાડીઓ હવે ભૂતાનમાં યોજાનાર સાઉથ એશિયન ગેમ્સમાં પસંદગી પામ્યા છે.(તસવીર: રવિ ગોંડલીયા)