પીપળિયા હોલ પાસે કારમાં મહેફિલ માણતા ચાર સહીત 8 પીધેલા પકડાયા

રાજકોટ તા.6
રાજકોટમાં દારૂના દુષણને ડામવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે બી ડિવિઝન અને ભક્તિનગર પોલીસે કારમાં મહેફિલ માણતા ચાર અને પીધેલી હાલતમાં નીકળેલા 4 સહીત 8 શરાબીઓને ઝડપી લઇ 8.85 લાખના વાહનો કબ્જે લીધા છે.
રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવા અંગે પોલીસ કમિશ્નરની સૂચનાથી ભક્તિનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન પીપળીયા હોલ નજીક જી જે 3 કે પી 0700 નંબરની કિયાગો કાર શંકાસ્પદ હાલતમાં મળી આવતા જડતી લેતા અંદર રાયધન મોહનભાઇ કુમ્ભારવાડીયા, ભાવેશ પ્રભુદાસભાઇ મકાણી, પ્રદ્યુમ્ન બિપીનભાઈ સભાડ અને અજય મનસુખભાઇ મઠિયા દારૂની મહેફિલ માણતા મળી આવતા દારૂની એક બોટલ અને 3 લાખની કાર કબ્જે કરી ચારેયની ધરપકડ કરી હતી જયારે કસ્તૂરબાધામ ત્રંબા રહેતો સંજય રાવજીભાઈ જાદવ નામનો શખ્સ કોઠારીયા રોડ ઉપર પીધેલી હાલતમાં કાર લઈને નીકળતા ભક્તિનગર પોલીસે ધરપકડ કરી 5 લાખની એકસયુવી કાર કબ્જે કરી હતી આ ઉપરાંત બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સફે આર્યનગરના કરણ સુરેશભાઈ ભંડેરીને સેટેલાઇટ ચોકમાંથી પીધેલી હાલતમાં બાઈક સાથે, કરણ ચુનીભાઈ રૈયાણીને પીધેલી હાલતમાં એક્ટિવા સાથે અને વીરેન્દ્ર કાનજીભાઈ સોલંકીને માર્કેટિંગ યાર્ડ પાસે પીધેલી હાલતમાં એક્ટિવા સાથે દબોચી લીધા હતા પોલીસે કુલ 8 શરાબીઓને 8.85 લાખના વાહનો સાથે ઝડપી લીધા છે.