વેપારીઓ નહીં માને તો લાભપાંચમથી માર્કેટ યાર્ડ ખેડૂતોનો માલ ખરીદશે November 06, 2018


રાજકોટ તા.6
રાજકોટ માર્કેટયાર્ડમાં વેપારીઓની હડતાલ વચ્ચે આજથી દિવાળીની રજાઓ પડી ગઇ છે. પરંતુ સોમવારે લાભપાંચમનાં મુહૂર્તથી યાર્ડ ફરી ધમધમતું થશે. પરંતુ જો વેપારીઓની હડતાલ લાભપાંચમે પણ યથાવત રહેશે તો ખેડૂતો પાસેથી જણસી ખરીદવાની વ્યવસ્થા યાર્ડ સમિતિ દ્વારા કરવામાં આવશે.
દિપોત્સવીના તહેવારો નિમિતે માર્કેટ યાર્ડમાં ખરીદ વેચાણનું કામકાજ બંધ રાખવા માર્કેટ યાર્ડ વેપારી મંડળો તરફથી કરવામાં આવેલ માંગણી અન્વયે : પોપટભાઇ સોરઠીયા સબ યાર્ડમાં શાકભાજી તેમજ બટેટા વિભાગમાં તા.8 થી 11.11 સુધી દિવસ-4, ડુંગળી વિભાગમાં તા.6 થી તા.10.11.2018 સુધી દિવસ-5, ઘાસચારા વિભાગમાં તા.8 થી તા.9.11.2018 સુધી દિવસ-2 સુધી બંધ રહેશે.
સબ યાર્ડનું કામકાજ બંધ હોઇ તેની નોંધ લઇ દિવસોમાં ખેડૂતભાઇઓને પોપટભાઇ સોરઠીયા સબ માર્કેટ યાર્ડ (રાજકોટ)માં માલ વેચવા નહિં લાવવા જણાવાયું છે. તેમજ ભાવાંતર યોજના સબબ દલાલ મંડળોની હડતાલ ચાલુ હોઇ તા.12.11.2018ને સોમવાર લાભ પાંચમથી ખેડૂતભાઇઓની ખેત પેદાશોનું બજાર સમિતિ-રાજકોટની મધ્યસ્થીથી ખેડૂતો
પાસેથી સીધું વેપારીને વેચાણ કરવામાં આવશે. જેની નોંધ લઇ ખેત પેદાશ મુખ્ય યાર્ડ (બેડી)માં લાવવા યાર્ડનાં સેક્રેટરીએ જણાવ્યું હતું.