તારક મહેતા...માં હવે દયાભાભી નહીં

મુંબઇ તા.6
લોકપ્રિય ટેલિવિઝન સિરિયલ તારકમહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનનું પાત્ર ભજવી રહેલી દિશા વાકાણીએ ગત વર્ષે મેટરનીટી લીવ લઇને શોમાંથીબ્રેક લીધો હતો. ચર્ચા થઇ રહી હતી કે દિશા ઑક્ટોબર મહિનાથી શોમાં વાપસી કરશે પરંતુહજુ સુધી તે શોમાં નજરે
નથી પડી. હકીકતમાં સાંભળવા મળી રહ્યું છે કે દિશાના શોમાં પરત ફરવાના નિર્ણયથી તેના પતિ ખુશ નથી. તેવામાં બની શકે છે કે તે શોમાં પરત ન ફરે.
સેટ પરના સૂત્રોએ જણાવ્યા અનુસાર, દિશા શોમાં વાપસી કરવા માંગે છે. તે ફરીથી કામ શરૂ કરવા માટે તૈયાર છે. તેણે પોતાનો એન્ટ્રી પ્રોમો પણ શૂટ કરી લીધો છે પરંતુ તેની વાપસીથી તેના પતિ ખુશ નથી. તે ઇચ્છે છે કે દિશા પોતાની કારકિર્દી છોડીને બાળકના ઉછેરમાં ધ્યાન આપે. તેના કારણે દિશા હવે મુંઝવણમાં મુકાઇ ગઇ છે કે તે શોમાં પરત ફરે કે નહી.
ઉલ્લેખનીય છે કે દયા બેન શોનું ફેમસ કેરક્ટર છે તેથી તેને સરળતાથી કોઇ અન્ય એક્ટ્રેસ રિપ્લેસ કરી શકે નહી તેથી ચેનલ અને પ્રોડ્યુસર દિશાની વાપસીની રાહ જોઇ રહ્યાં છે.
દિશા વાકાણી છેલ્લે ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં શોમાં જોવા મળી હતી. તેની મેટરનીટી લીવ બાદ મેકર્સે સ્ટોરી લાઇન પણ બદલી નાંખી છે પરંતુ હવે તેઓ વધુ ફેરફાર કરવા નથી ઇચ્છતાં તેથી તેઓ દિશાને પરત લાવવા માંગે છે.
ઉલ્લેખનીય છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને 10 વર્ષ પૂરા થઇ ચુક્યા છે. જુલાઇ 2008થી શરૂ થયેલો આ શો ટેલિવિઝન હિસ્ટ્રીમાં સૌથી લાંબો ચાલનાર પાંચમો શો છે. આ શોના આશરે અઢી હજાર એપિસોડ ટેલિકાસ્ટ કરાયાં છે.