આવતીકાલથી બેન્કોમાં 5 દી’નું વેકેશન

અમદાવાદ તા.6
દિવાળીના કારણે બેન્કમાં લાંબી રજાઓ રહેશે. આરબીઆઇની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, 7 નવેમ્બરે દિવાળી, 8 નવેમ્બરેબેસતુ વર્ષ અને 9 નવેમ્બરે ભાઇબીજના કારણે બેન્કો બંધ રહેશે. 10 નવેમ્બરે બીજોશનિવાર હોવાના કારણે બેન્ક બંધ રહેશે અને 11 નવેમ્બરે રવિવારની રજા હોવાથી પણબેન્કમાં રજા રહેશે. આ રીતે સતત 5 દિવસ સુધી બેન્કમાં રજા રહેશે. નવેમ્બરમાં બેન્કો બંધ રહેવાની છે. આ મહિનામાં બેન્કો કુલ 10 દિવસથી પણ વધારે દિવસો સુધી બંધ રહેશે. જો કે આ તમામ નેશનલ હોલીડે નહી હોય. અલગ અલગ રાજ્ય પ્રમાણે આ હોલીડે હશે. તેમાં મુખ્યત્વે ચાર દિવસ સુધી રજા રહેશે. નવેમ્બર મહિનામાં બેન્કોમાં તહેવારની રજાઓની શરૂઆત 6 નવેમ્બરથી થશે. કોળી ચૌદશના દિવસે મોટાભાગના રાજ્યોમાં બેન્કો બંધ રહેશે. તે પછી 7 નવેમ્બરે મોટાભાગના રાજ્યોમાં બેન્કોમાં રજા રહેશે. 23 નવેમ્બર 2018ના રોજ ઇદ-એ-મિલાદનો પર્વ છે, જ્યારે તેના પછી 24 નવેમ્બરે શનિવારે ગુરુ તેગ બહાદૂરજીનો શહીદ દિન હોવાથી ઘણાં રાજ્યોમાં બેન્કોમાં રજા રહેશે. આ ઉપરાંત 25 નવેમ્બરે રવિવાર હોવાથી બેન્ક બંધ હશે.