હસમુખ અઢિયા બનશે RBIના ગવર્નર?

નવી દિલ્હી તા.6
કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેન્ક વચ્ચે ચાલી રહેલા ડખાને પગલે જો હાલના રિઝર્વ બેન્કના ગવર્નર ઉર્જિત પટેલ રાજીનામું આપે તો નાણા સચિવ હસમુખ અઢિયા રિઝર્વ બેન્કના ગવર્નર બની શકે તેવી અટકળો વહેતી થઇ છે.
ઉલ્લેખનીય છે કે હસમુખ પટેલ મહિનાના અંતમાં નિવૃત થઇ રહ્યા છે.
હસમુખ અઢીયા ગુજરાત કેડરના અધિકારી છે અને મોદીના વિશ્ર્વાસુ પૈકીના એક છે. એવું માનવામાં આવે છે કે સરકાર તેમને મહત્વની જવાબદારી સોંપી શકે છે. એટલે કે આરબીઆઇના ગવર્નર પદે અઢીયાને બેસાડી શકાય છે.
સુપ્રીમ કોર્ટના આદેશ છતાં પ0 કરોડ અને તેથી વધુની લોન લઇ પરત ન કરનારાઓના નામ અંગે માહિતી રીઝર્વ બેંક દ્વારા નહીં અપાતા નારાજ સીઆઇસીએ ઉર્જીત પટેલને કહ્યું હતું કે ફેસલાનું પાલન ન કરવા બદલ શા માટે વધુમાં વધુ દંડ ન ફટકારવામાં આવે. આ મતભેદોના કારણે ઉર્જીત પટેલના રાજીનામાની અટકળો વહેતી થઇ છે.