દિવાળી પર્વ નિમિત્તે વોટ્સએપ આધારીત ઘર રંગોળી સ્પર્ધા

  • દિવાળી પર્વ નિમિત્તે વોટ્સએપ આધારીત ઘર રંગોળી સ્પર્ધા
  • દિવાળી પર્વ નિમિત્તે વોટ્સએપ આધારીત ઘર રંગોળી સ્પર્ધા
  • દિવાળી પર્વ નિમિત્તે વોટ્સએપ આધારીત ઘર રંગોળી સ્પર્ધા

રાજકોટ તા.6
દીપોત્સવી પર્વ નિમિત્તે વિશ્ર્વકર્મા વિશ્ર્વ દ્વારા સતત ચોથા વર્ષે વોટસએપ આધારીત ઘર રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં
આવ્યું છે.
રાજકોટ શહેરના વિશ્ર્વકર્મા વિશ્ર્વ પરીવાર માટે યોજાયેલ આ ઘર રંગોળી સ્પર્ધા અંતર્ગત દીવાળીના દિવસે ઘર આંગણે બનાવેલ રંગોળી સ્પર્ધામાં મુકી શકાશે. સ્પર્ધકે દીવાળીના દિવસે રંગોળી બની જાય કે તુરંત અથવા મોડામાં મોડું બેસતા વર્ષના દિવસે સવારે 10 વાગ્યા સુધીમાં રંગોળીનો ટોપ એંગલથી ફોટો પાડી અને વોટસએપ નં.90999 49565 પર મોકલવાનો રહેશે અને આજ નંબર પર ફોટો મોકલ્યો હોવાની જાણ કરવાની રહેશે.
રંગોળીના વોટસએપ સાથે નામ સરનામું અને વોટસએપ નંબર મોકલવાનો રહેશે અને સાથે રંગોળીની વિગત મોકલવાની રહેશે. સ્પર્ધકે ચીરોડી કલરથી રંગોળી બનાવવાની રહેશે. અન્ય મટીરીયલ્સ વાપરી સુશોભન કરી શકાશે.
વોટસએપ પર આવેલ તમામ રંગોળી વિશાળ સ્ક્રીન પર નિહાળી નિર્ણાયકો રંગોળીનું નિરીક્ષણ કરવા સ્પર્ધકને ઘેર જશે અને બાદમાં વિજેતાઓ નક્કી કરાશે. શકય હશે તો વિજેતા અને અન્ય પસંદગીની રંગોળી પસંદ કરી તેનું 2019નું કેલેન્ડર બનાવાશે. વધુ વિગત માટે પ્રવીણ ગજ્જર મો.90999 49565 પર સંપર્ક કરવો.