રતનપરની સીમમાં દારૂના કટિંગ ઉપર દરોડો : 4 લાખની 1020 બોટલ કબજેNovember 06, 2018

રાજકોટ તા.6
રાજકોટ શહેરમાં તહેવાર ટાણે જ દારૂની રેલમછેલ બોલાવવા ઉતરેલા બુટલેગરો ઉપર પોલીસ ધોંસ બોલાવી રહ્યા છે ત્યારે રતનપર ગામની સીમમાં મધરાત્રે ચાલતા દારૂના કટિંગ ઉપર ક્રાઇમ બ્રાન્ચે ત્રાટકી દારૂની 1020 બોટલ, ટેન્કર, કાર, બાઈક સહીત 21.48 લાખનો મુદામાલ કબ્જે કરી બુટલેગર ભાઈઓને દબોચી લઇ સપ્લાયરની શોધખોળ હાથ ધરી છે
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિદ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિ મોહન શૈની, મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જયદીપસિંહ સરવૈયાની સૂચનાથી ડીસીબી પીઆઇ એચ એમ ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ અતુલ સોનારા, સમીરભાઈ શેખ, અનિલભાઈ સોનારા, ઘનશ્યામસિંહ ચૌહાણ, રામભાઈ વાંક, મહેશભાઈ મંઢ, અજીતસિંહ પરમાર, નિલેશભાઈ ડામોર, નિશાંતભાઈ પરમાર સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે નિશાંતભાઈ, મહેશભાઈ અને અજિતસિંહની બાતમી આધારે રતનપર ગામની સીમમાં ખરાબામાં ઓરડીમાં દારૂના કટિંગ ઉપર દરોડો પાડતા બુટલેગરોમાં નાશભાગ મચી ગઈ હતી પોલીસે ઓઈલના ટેન્કરમાં છુપાવેલ જુદા જુદા બ્રાન્ડની 1020 બોટલ દારૂ, 12 લાખનું ટેન્કર, 4 લાખની જી જે 11 એડી 6463 હોન્ડા સીટી કાર, 35 હજારના બે બાઈક, 5500 રૂપિયાના બે મોબાઈલ સહીત 20,48,500 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો હતો અને રતનપરના પંકજ વિનુ ગઢવી અને અર્જુન વિનુ ગઢવી બે ભાઈઓને દબોચી લઇ નાસી છૂટેલા લક્કીરાજસિંહ ઝાલાની શોધખોળ હાથ ધરી છે.