ભાવનગરમાં શુક્રવારથી શિવકથા

 સાંસ્કૃતિક કાર્યક્રમ
અને હાસ્ય કલાકાર દરબાર યોજાશે
રાજકોટ તા,6
રાજકોટ સરકારી આયુર્વેદિક-હોસ્પીટલના મેડીકલ ઓફીસર ડો.જયેશ એમ.પરમાર દ્વારા તા.9 થી 15 સુધી ભાવનગરમાં સિંધી સાર્વજનિક ધર્મશાળા, સંત પ્રભારામ હોલ, જુનૂ સિંધુનગર ‘કૈલાશ ધામ’ ખાતે શિવગાથા જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
કથાના વ્યાસાસને ડો.ગિરીશ શાસ્ત્રી બિરાજી સુંદરમય શૈલીમાં કથાનું રસપાન 3 થી 7 વાગ્યા સુધી કરાવશે. તા.9ના શુક્રવારે બપોરે 3 વાગ્યે પોથીયાત્રા, શિવમહાત્મ્ય, શિવ પ્રાગટ્ય, તા.10 ના શિવલિંગ, ભસ્મ, બિલ્વ પત્ર, રૂદ્રાક્ષ, કુર્મ, નંદી માહત્મ્ય, તા.11ના સતિ ચરિત્ર, મા પાર્વતી પ્રાગટ્ય, કુમારિક પૂજન, તા.12ના સાંજે પાંચ વાગ્યે શિવ વિવાહ યોજાશે. તા.13ના ગણપતિ પ્રાગટ્ય, કાર્તિકેય પ્રાગટ્ય, મોદક મનોરથ, તા.14ના દ્વાદશ જયોતિર્લિંગ, મહિમા તથા દર્શન, તા.15ના શિવગાથા જ્ઞાનયજ્ઞનું સમાપન તેમજ સવારે 9 થી 12 દરમિયાન રૂદ્રયજ્ઞ યોજાશે તદુપરાંત-રાત્રીના 8 થી 10 સાંસ્કૃતિક કાર્યક્રમ, હાસ્ય દરબાર સહીતના કાર્યક્રમો યોજાશે. તેમ પરિવારના રશ્મિકાંતભાઈ, દિલીપભાઈ, મહેન્દ્રભાઈ, સંગીતાબેન, પ્રજ્ઞાબેન, સોનલબેન, જતીન, નિલમ સહીતનાએ જણાવ્યું છે