સોમનાથમાં દીપોત્સવ : ઉજાસના પર્વનો ઉમંગ

પ્રથમ જયોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવના સાંનિધ્યે ધનતેરસના પાવન પર્વે નૃત્યમંડપ ખાતે ભક્તો દ્વારા દીપો પ્રજવલિત કરવામાં આવેલ અને ગર્ભગૃહ ખાતે પણ દીપાવલી પર્વે વિશેષ દીપો પ્રજવલિત કરેલ હતા. ધનતેરસ પર્વે બ્હોળી સંખ્યામાં શિવભક્તો સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય બનેલ હતા. (તસવીર: રાજેશ ઠકરાર)