શહેરના 8 માર્ગ પર 4 દિવસ વાહન ચલાવવા પર પ્રતિબંધીત ફરમાવતા સી.પી. November 06, 2018


રાજકોટ : શહેરમાં તહેવારમાં ટ્રાફિક સમસ્યા ઉદ્ભવે નહી તે માટે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું છે. જેમાં આગામી તા.8 નવેમ્બર સુધી ઢેબર ચોકથી સાંગણવા ચોક તરફ તથા લાખાજીરાજ રોડ તરફ, સાંગણવા ચોકથી જૂની ખડપીઠ સુધીનો લાખાજીરાજ રોડ, ગરેડિયા કુવા રોડ, ધર્મેન્દ્ર રોડ, ઘી કાંટા રોડ, પ્રહલાદ સિનેમાની પાછળથી શરુ થતો અને જૂની દરજી બજાર થઇ પરાબજારને મળે છે. તે તથા પ્રહલાદ સિનેમાથી શરૂ થતો પ્રેમિલા રોડ જે ઘી કાંટા રોડથી કંદોઇ બજાર થઇને પરાબજાર જવા માટેનો રસ્તો તેમજ દેના બેંક ચોકથી રૈયા નાકા ટાવર સુધીનો મહાત્મા ગાંધી રોડ પર મેટાડોર, કાર, ઓટો રિક્ષા, રેંકડા, રેંકડી, બાઇક સહિતના વાહનોના અવર-જવર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત લોહાણાપરા વન-વે મોચી બજારથી આવવા માટેની મનાઇ છે. આ ઉપરાંત સુપ્રિમ કોર્ટની માર્ગદર્શિકાના પગલે શહેરીજનોને રાત્રીના 8 થી 10 બે કલાક અને નૂતન વર્ષના આરંભે અર્ધો કલાકની છૂટ અન્વયે 12થી એટલે કે 00 કલાકથી 12.30 કલાક સુધી અર્ધો કલાક જ ફટાકડા ફોડવા અને તે સિવાઇના સમયે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ જાહેર નામાનો ભંગ કરનાર સામે કાનૂની પગલા લેવાશે.