બહુમાળી ભવનમાં કાલથી પાંચ દિવસનું વેકેશન

  • બહુમાળી ભવનમાં કાલથી પાંચ દિવસનું વેકેશન

રાજકોટ તા.6
દિવાળીના તહેવારનો પ્રારંભ થયો છે અને આવતીકાલે દિવાળી છે ત્યારે સરકારી કચેરીઓમાં અત્યારથી જ રજાઓનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ ખાતે આવેલી બહુમાળી ભવનમાં કાલથી પાંચ દિવસની રજા જાહેર કરવામાં આવી છે. તા.1ર ને સોમવારથી કચેરીઓ ખુલશે અને રાબેતા મુજબ કામગીરી કરવામાં આવશે.
બહુમાળી ભવનમાં આજથી જ મોટાભાગની કચેરીઓમાં સ્ટાફની નહીવત હાજરી જોવા મળી હતી અને અરજદારોની પણ પાંખી હાજરી જોવા મળી હતી. આવતીકાલથી દિવાળીની પાંચ દિવસની જાહેર રજા પડતા પાંચ દિવસ સુધી બહુમાળી ભવન સંપૂર્ણ બંધ રહેશે. જેમાં દિવાળી, નુતન વર્ષ, ભાઇબીજ તેમજ શનિવાર અને રવિવારની જાહેર રજા આવતા કર્મચારીઓમાં આજથી જ રજાનો માહોલ જોવા મળ્યો હતો.
લાભપાંચમ અને તા.12 સોમવારથી તમામ કચેરીઓ રાબેતા મુજબ કાર્યરત થઇ જશે પરંતુ આજે ઘણા અરજદારોને પરત ફરવું પડયું હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું.