GST નંબર વગર ફટાકડાનું ધૂમ વેચાણ

  • GST નંબર વગર ફટાકડાનું ધૂમ વેચાણ

રાજકોટ, તા. 6
દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે અને શહેરમાં ફટાકડાના સ્ટોલ નાખવામાં આવ્યો છે જેમાં વેપારીઓ દ્વારા જીએસટી નંબર મેળવી વેપાર કરવાની જોગવાઈ છે ત્યારે ફટાકડાના વેપારીઓ ટેકો ભરવા માટે મનમાની કરતા હોય જીએસટી નંબર મેળવ્યા વગર વેપાર કરતા હોવાની ચર્ચા થઈ રહી છે. અને જીએસટી તંત્ર પાસે પૂરતો સ્ટાફ નહી હોવાનું બહાનુ કાઢી આંખ આડા કાન કરતા હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસનો અમલ થયા બાદ ઘણી મનોરંજનની આઈટમોનો 18 ટકા જીએસટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
હાલ દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે અને શહેરમાં 1500 થી વધારે ફટાકડાના સ્ટોલ છે. અને શહેરમાં કરોડો રૂપીયાના ફટાકડાનું વેચાણ થઈ રહ્યુ છે પરંતુ ફટાકડાના સ્ટોલ ધારકો દ્વારા બેફામ ટેક્ષ ચોરી કરવામાં આવી રહી હોવાની બાતમી જીએસટી વિભાગમાંથી મળી રહી છે ફટાકડાના વેપાર માટે વેપારીએ જીએસટી નંબર લેવો ફરજીયાત છે ત્યાર બાદ જ વેપાર કરી શકે છે પરંતુ વેપારીઓ દ્વારા આ નિયમનો ઉલાળ્યો કરી વેપારી કરવામાં આવી રહ્યો છે.
આ અંગે જીએસટી વિભાગના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ફટાકડાના સ્ટોલ ધારકો પાસે જીએસટી નંબર ન હોય તો માલ જપ્ત કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ હાલ જીએસટી તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. જીએસટી તંત્ર પાસે હાલ પૂરતો સ્ટાફ નથી અને જૂની કામગીરીના ઢગલા પણ એટલા ડયા હોય કામગીરી થઈ શકતી નથી તેવા જીએસટી તંત્ર દ્વારા બહાના બતાવવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
તાજેતરમાં જીએસટીની આવકના આંકડા જાહેર કરવામાં આવ્યો હતા જેમાં જીએસટીની આવકમાં ઘટાડો થયો હોવાનું જાણવા મળી હતું છે જીએસટી તંત્ર પાસે પૂરતો સ્ટાફ નહી હોવાથી કામગીરી અધુરી છે અને તંત્ર દ્વારા મૌન રાખવામાં આવતા આવકમાં ગાબડુ પડયુ હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.