ચીન આકાશમાં કૃત્રિમ ચંદ્ર ઉગાડશે; સ્ટ્રીટ લાઇટનો ખર્ચો બચાવશે..!

 2022 સુધીમાં પ્રોજેકટ સાકાર કરવાનો પ્લાન
બીજિંગ તા.19
ચીન નજીકના ભવિષ્યમાં અંતરીક્ષમાં કૃત્રિમ ચંદ્ર લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. આનાથી સ્ટ્રીટલાઇટ ન હોવાની સમસ્યા ખતમ થશે અને વધારે પ્રકાશ મળશે. એક અહેવાલ મુજબ વર્ષ 2020 સુધીમાં આ પ્રોજેકટ તૈયાર થઇ જશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે કૃત્રિમ ઉપગ્રહને 2022 સુધીમાં લોન્ચ કરવામાં આવશે. ત્યારબાદ ત્રણેય ઉપગ્રહોને 360 ની ડીગ્રીની કક્ષામાં એ રીતે વહેચવામાં આવશે કે દરેક ક્ષેત્રને 24 કલાક પ્રકાશિત રાખી શકાય. અધિકારીએ જણાવ્યું હતું કે સિચુઆન પ્રાંતમાં ચેગડુમાં જમીનથી 80 કીમીની ઉંચાઇ પર આ કૃત્રિમ ચંદ્રેન સ્થાપિત કરાશે.
ઉલ્લેખનીય છે કે યુએસ અને રશિયાએ માનવ નિર્મિત ચંદ્રની શોધ કરી હતી જેથી રાત્રીના સમયને સુવિધાજનક બનાવી શકાય. રશિયાએ 1990 માં આ માટે એક ઉપગ્રહ પણ છોડયો હતો પણ આ પ્રયોગ અસફળ રહ્યો હતો. કૃત્રિમ ચંદ્ર અરીસાનો બનેલો ઉપગ્રહ હશે, જેની સાથે ટકરાઇને સૂર્યની કિરણો પૃથ્વી પર આવશે. સ્ટ્રીટલાઇટ માટે કૃત્રિમ ચંદ્રની રોશની પર્યાપ્ત રહેશે. કૃત્રિમ ચંદ્રનો પ્રકાશ કુદરતી ચંદ્ર કરતા 8 ગણો વધારે જશે.
કૃત્રિમ ચંદ્રના પ્રકાશને પૃથ્વી પરથી કંટ્રોલ કરી શકાશે.