પાર્સલ બોમ્બનો ભેદ ઉકેલવામાં પોલીસના હવાતિયાOctober 19, 2018

 સ્કૂલનાં વર્તમાન અને ભૂતપૂર્વ સ્ટાફની
સઘન પૂછપરછ:
આંગડિયા પેઢીઓનાં
રેકોર્ડ ફંફોડતી પોલીસ
ઉપલેટા તા.19
ઉપલેટામાં પાર્સલ બોમ્બથી સ્કુલ ઉડાવી દેવાના ષડયંત્રનો ભેદ ઉકેલવામાં પોલીસ ચકરાવે ચડી ગઇ છે. શાળામાં પાર્સલ બોમ્બ મોકલનાર કોણ? તેમજ સંચાલકના પરિવારને ફુંકી મારવાનું કારણ જાણવા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે પરંતુ પોલીસને હજુ સુધી નકકર પુરાવા નહી મળતા પાર્સલ બોમ્બનીભેદ અકબંધ રહેવા પામ્યો છે ગમે તેવા ગુનાનો ભેદ ઉકેલવામાં માહિર રાજકોટ પોલીસને પાર્સલ બોમ્બના કેસમાં કોઇ કડી નહી મળતા આશ્ર્ચર્ય ફેલાયુ છે.
ગઇકાલે ઉપલેટા પોરબંદર રોડ ઉપર આવેલ શૈક્ષણિક સંકુલ ક્રિષ્ના સ્કુલમાંથી મળેલ બોમ્બની તપાસમાં પોલીસ અટવાઇ ગઇ છે તપાસની નકકર દિશા સ્પષ્ટ દિશા સ્પષ્ટ નહી જાતા તરહ તરહની ચર્ચાએ જોર પકડયુ છે. અને ભુતકાળમાં ઉપલેટા મં થયેલ બોમ્બ ધડાકાનો ગુન્હો અનડીટેક છે તે પળ પાર્સલ બોમ્બ હતો અને આજ રીતે આંગડીયા મારફત આવેલ હતો ફર્ક એટલો જ છે કે આ બોમ્બ ફુટયો નશ્રહિ અને અગાઉ આવેલ બોમ્બ ફુટતા બે વ્યકિતના ઘટના સ્થળે જ મોત થયા હતા આમ સરખી પઘ્ધતિથી આવેલ આ બોમ્બના ગુન્હેગારો સુધી પોલિસ પહોંચી શકશે કે કેમ?
ગઇકાલે રાત્રે પોલિસ ક્રિષ્ના સ્કુલ સાથે સંકળાયેલ. તમામ સ્ટાફ અને છેલ્લા બે-ત્રણ વર્ષમાં નોકરી કરીને છુટા થયેલા તમામ સ્ટાફને બોલાવીને પુછપરછ કરી હતી. પુછપરછ પુરી નથતા આખી રાત પોલીસ સ્ટેશનમાં બે સાડી રાખેલ હતા તે જ રીતે આંગડીયા પેઢીના તમામ સંચાલકોને બોલાવીને તેમનું રેકર્ડ ચેક કર્યુ હતુ પણ તેમાં કોઇ સુરાગ પોલિસને મળેલ નથી.
આ ઉપરાંત બોમ્બ વપરાયેલ સામગ્રી કયાંથી ખરીદાયેલ છે તે અંગે પણ તપાસ કરવામાં આવી છે.
શહેરના આમ આદમીમા થતી ચર્ચાઓ મુજબ પ્રો.વલ્લભ ડોબરીયા કોઇ એવી વ્યકિત નથી કે જેમના કોઇ દુશ્મન હોય સામાન્ય શિક્ષક જેવુ જીવન જીવતા પ્રો.ડોબરીયાને મારવા આવા તો પણ પ્રતિકાર ન કરે.
એ ટાઇપનો વ્યકિત છે ત્યારે આ પાર્સલ બોમ્બ ના બનાવમાં એમના આખા પરીવારને ઉડાવી દેવા સુધીનું કાવત્રુ બહાર આવ્યુ છે આવી દુશ્મનીની વાત શહેરમાં કે તેમના મિત્ર વર્તુળમાં પણ કોઇને મગજમાં ઉતરતી નથી. પોલીસે આજે સંસ્થાના સંચાલક પ્રો.વલ્લભભાઇ ડોબરીયાની ફરીયાદ પરથી અજાણ્યા શખ્સો સામે પુર્વયોજીત કાવત્રી રચી બોમ્બ ગોઠવી હત્યાનો પ્રયાસ કરવા અંગેનો ગુન્હો દાખલ કરી પી.આઇ. પલ્લાચાર્યએ તપાસ હાથ ધરી છે.