આજે મેગા ફાઇનલ

રાજકોટ: આઠ દિવસ સુધી ગરબા રમનાર ખેલૈયાઓ માટે ગુજરાત મિરર અને પાર્થરાજ ક્લબ આયોજીત બામ્બુ બિટ્સમાં લોડ્સ ગ્રાઉન્ડમાં આજે મેગા ફાઇનલ યોજાશે. 8 દિવસથી પરસેવો પાડી પ્રિન્સ-પ્રિન્સેસ બનેલા ખેલૈયાઓ વચ્ચે આજે જામશે. ખરાખરીનો જંગ બામ્બુ બિટ્સમાં ખિતાબ જીતવા છેલ્લા બે મહિનાથી દાંડિયાની પ્રેક્ટીસ કરી રહેલા ખેલૈયાઓ માટે આજે ગ્રાઉન્ડમાં આયોજકો દ્વારા અનેરું આયોજન કરવામાં આવ્યું છે, સૌ પ્રથમ તાલી રાસ, ચોકડી રાસ, સીક્સ સ્ટેપ્સ, ટિટોડો જેવા રાઉન્ડ રમાડવામાં આવશે. અલગ-અલગ રાઉન્ડમાં જજ દ્વારા માર્કસ આપવામાં આવશે જેમાં ખેલૈયાઓની ટેમીના, સ્માઇલ ડ્રેસ, સ્ટાઇલ જોવામાં આવશે ત્યાર બાદ માર્કસ આપવામાં આવે છે. તમામ રાઉન્ડના અંતે જે ખેલૈયાઓને સૌથી વધુ માર્કસ  હોય તે નંબર-1નો દાવેદાર ગણાશે. ફાઇનલ માટે આખું અલગ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે. ખેલૈયાઓ માટે લીંબુ પાનીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ત્યારબાદ મહાનુભાવોના હસ્તે રાજકોટમાં પ્રથમવાર રેકોર્ડબ્રેક ઇનામો આપવામાં આવશે. (તમામ તસવીરો: રવિ ગોંડલિયા)

Releted News