શ્રેષ્ઠ આંગી વિજેતાઓના ‘દાર્શનિક’ સન્માન

રાજકોટ તા.ર6
‘જય હિન્દ’ ગ્રુપનાં લોકભોગ્ય સાંધ્ય દૈનિક ‘ગુજરાત મિરર’ અને ‘સોનમ કલોક’ દ્વારા પર્યુષણ પર્વમાં મહાવીર જયંતિના પાવન દિને યોજાયેલી આંગી સ્પર્ધામાં વિજેતા થયેલા જિનાલયોને અત્રે આયોજિત શાનદાર સમારોહમાં પુરસ્કાર અર્પણ કરાયા હતા. આ પુરસ્કાર સમારોહમાં ‘જય હિન્દ’-‘ગુજરાત મિરર’ના ભરતભાઇ શાહ, અમીબેન શાહ, સોનમ કલોકના જયેશભાઇ શાહ, દીપાબેન શાહ અને પરિવાર, શ્રી રાજકોટ જૈન તપગચ્છ સંઘના પ્રમુખ જીતુભાઇ ચાવાળા ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ આંગી સ્પર્ધામાં કુલ 18 જિનાલયોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત બાકીના દરેક ભાગ લેનારને રૂા.1000 રોકડા તથા સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા. આ બાર જિનાલયમાં શ્રી જાગનાથ દેરાસર, શ્રી પારસધામ દેરાસર, શ્રી વિમલનાથ દેરાસર, શ્રી રૈયા રોડ મૂર્તિપૂજક સંઘ, શ્રી વાસુપૂજ્ય જિનાલય, શ્રી નાગેશ્ર્વર જિનાલય, શ્રી એરપોર્ટ દેરાસર, શ્રી પટ્ટણી દેરાસર, શ્રી કૃષ્ણનગર દેરાસર, શ્રી ગાંધીગ્રામ દેરાસર, શ્રી મુનિસુવ્રત સ્વામી દેરાસર અને શ્રી રણછોડનગર દેરાસરનો સમાવેશ થાય છે. સોનમ કલોકના જયેશભાઇ શાહ, ‘ગુજરાત મિરર’ના શીમોલીબેન શાહ તેમજ જીતુભાઇ ચા વાળાએ પ્રાસંગીક ઉદ્દબોધન કર્યુ હતું. સ્પર્ધામાં તન, મન, ધનથી સહયોગ આપનાર સમગ્ર કમીટી મેમ્બર્સનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું. બાદમાં આ સુંદર સ્પર્ધાનું આયોજન કરવા બદલ સમગ્ર શ્ર્વેતાંબર મૂર્તિપૂજક સંઘ વતી કમિટી મેમ્બર્સ ‘ગુજરાત મિરર’ પરિવારનું પુષ્પગુચ્છ અર્પણ કરી બહુમાન કર્યું હતું.
કાર્યક્રમના આરંભમાં પધારેલ સર્વે મહેમાનોએ નવકારશીનો લાભ લીધો હતો. અનુમોદનાના આ કાર્યક્રમમાં વિજેતા જિનાલયના કમિટી મેમ્બર્સ તમામ જિનાલયના ટ્રસ્ટીઓ, વિજેતા જિનાલયના કમિટી મેમ્બર તેમજ યુવક મંડળોના ભાઇઓ અને બહેનો હાજર રહ્યા હતા. આ સમગ્ર આંગી સ્પર્ધાના આયોજનમાં ગિરીશભાઇ મહેતા, અનિષભાઇ વાઘર, જયેશભાઇ વસા, અમિતભાઇ દોશી, સુનિલભાઇ કોઠારી, જયંતભાઇ મહેતા, જીતુભાઇ મારવાડી, દર્શનભાઇ શાહ, ભરતભાઇ કાગદી, રાકેશભાઇ શેઠ, ચિરાગભાઇ શાહ, વિમલેશભાઇ વસા, બ્રિજેશભાઇ મહેતા, ધીરેનભાઇ ભરવાડા, નૈમિષભાઇ પુનાતર, સંજયભાઇ મહેતા, અનિલભાઇ શાહે જહેમત ઉઠાવી હતી.

Releted News