જૈન સાધ્વી પર હુમલાનાં વિરોધમાં ભચાઉ બંધOctober 08, 2018

 લૂંટનાં ઇરાદે સાધ્વીના ગળામાં ધારદાર હથિયારથી હુમલાનાં કચ્છથી મુંબઇ સુધી પડઘા
ભુજ તા.8
ભચાઉમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખસ્તાહાલ હોવાથી લૂંટ અને ચીલઝડપ જેવા બનાવો રોજબરોજ બને છે. જો કે આજે લૂંટારૃઓએ તમામ તકો વટાવી માંડવી વાસમાં જૈન સાધ્વીજીને લૂંટવાના ઈરાદે તેમના પર હુમલો કર્યો હતો. બાઈક ઉપર આવેલા ત્રણ શખ્સોએ ચીલઝડપના ઈરાદે હુમલો કરતા આવિસ્તારમાં ચકચાર મચી હતી.
ભચાઉ સ્થાનકવાસી છ કોટિ જૈન સંઘ દ્વારા નોંધાવાયેલી પોલીસ ફરિયાદમાં જાણ કરવામાં આવી છે કે હાલ તેઓના જૈન ઉપાશ્રયમાં સાધ્વી મહારાજ ચાર્તુમાસ આૃર્થે બિરાજમાન છે. સાધ્વી મહારાજ નમસ્કૃતિ કુમારી આચાર્યજી રવિવારે જૈન લોકોના ઘરેાથી ગૌચરી ઉપાશ્રયમાં થઈ રહ્યા હતા. ત્યારે માંડવીવાસાથી મહાવીરનગર તરીકે મકાનો પાસે સાંજે 5.30 વાગ્યે આ બનાવ બન્યો હતો.
બાઈક ઉપર ત્રણ શખ્સો ધસી આવ્યા હતા. આ લુટારાઓએ મહાસતીજીના ગળા ઉપર ધારદાર હાથીયાર દ્વારા હુમલો કર્યો હતો. મહાસતીજીના ગળા ઉપર ત્રણ ત્રણ ઘા લાગ્યા હતા. આ શખ્સો ચેઈનની ચીલ ઝડપ કરવા આવ્યા હોવાની શંકા છે. પરંતુ જૈન ધર્મના-સાધુ-સાધ્વીઓએ સંસારનો ત્યાગ કરેલો હોવાથી કોઈ વસ્તુ મહાસતીજીના ગળામાં પહેરેલી ન હતી. આવા શખ્સો ઉપર ધાક બેસાડતી કાર્યવાહી કરવા જૈન સમાજ દ્વારા માંગ કરવામાં આવી હતી. આ બનાવના પગલે મોટી સંખ્યામાં જૈન સમાજ તાથા ઉપાશ્રયના લોકો વાગડ વેલ્ફેર હોસ્પિટલ પહોંચી ગયા હતા. ઘટનાને પગલે કચ્છની મુંબઈ સુાધીના જૈન સમાજમાં ઉચાર ફેલાયો હતો. કેટલાક જૈન આગેવાનો મુંબઈથી ભચાઉ આવવા નિકળતા હોવાનું પણ જાણવા મળ્યુ છે.
કચ્છમાં એક જૈન સાધ્વીજી ઉપર આ પ્રકારનો હુમલો ભાગ્યેજ થયો છે. ત્યારે આ ઘટનાની ગંભીરતા વધુ છે. વળી ભચાઉમાં ચીલઝડપ, ચોરી અને લુંટના અગાઉ પણ ચોંકાવનારા બનાવ બન્યા છે. જેના લીધે હવે આવા લુટારાઓ કોઈ પણ ઉપર હુમલો કરતા અચકાતા નાથી. પોલીસમાં પણ આ ઘટનાના લીધે દોડાધામ ફેલાઈ જવા હતી. આ ઘટનાના વિરોધમાં સોમવારે ભચાઉ બંધનો એલાન પણ કરવામાં આવ્યુ હોવાનું જાહેર કરાયુ હતું.