#ME TOO : ગુજરાતમાં છેલ્લા બે વર્ષ દરમિયાન છેડતીનાં કિસ્સામાં 6ર% નો વધારો

  • #ME TOO  : ગુજરાતમાં છેલ્લા બે વર્ષ દરમિયાન છેડતીનાં કિસ્સામાં 6ર% નો વધારો


રાજ્યમાં દર મહિને 204 મહિલાની જાહેરમાં છેડતી
મહિલા હેલ્પલાઇન અભયમ દ્વારા જાહેર થયેલા આંકડા : 16 થી 28 વર્ષની યુવતિઓ છેડતીનો સૌથી વધુ શિકાર
રાજકોટ તા.13
પુરુષો દ્વારા કરવામાં આવેલા જાતિય શોષણને મામલે ભારતમાં મહિલાઓ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી ખય ઝજ્ઞજ્ઞ ઝુંબેશ શરૃ થઇ છે. આ ખય ઝજ્ઞજ્ઞ ઝુંબેશમાં અત્યારસુધી અનેક ખ્યાતનામ લોકોના નામ સામે આવી ચૂક્યા છે.
ગુજરાતની વાત કરવામાં આવે તો મહિલા સાથે ફોન પર છેડતી (સ્ટોકિંગ)ના દર મહિને સરેરાશ 284 જ્યારે જાહેરમાં છેડતીના સરેરાશ 204 કેસ નોંધાય છે.
માર્ચ 2015થી સપ્ટેમ્બર 2018 સુધી ગુજરાતમાં મહિલા સાથે ફોન પર છેડતીના 11942 કેસ નોંધાયા હતા. અલબત્ત, આ આંકડા પ181 અભયમ દ્વારા જારી કરવામાં આવેલા છે. બિનસત્તાવાર રીતે આ આંકડો ખૂબ જ વધુ હોઇ શકે છે. ચિંતાજનક વાત એ છે કે વર્ષ 2015થી 2017 એમ ત્રણ વર્ષમાં મહિલાઓ સાથે છેડતીના કેસમાં 62% નો વધારો નોંધાયો છે.
આ સમયગાળામાં પુરુષ દ્વારા ફોન કે મેસેજ દ્વારા મહિલાની છેડતીની 9 હજાર ફરિયાદ નોંધાઇ છે. પ્રાપ્ત માહિતી અનુસાર 16-28 વર્ષની યુવતીઓ છેડતીનો સૌથી વધુ શિકાર બને છે.
તજજ્ઞોના મતે મોટાભાગના કેસમાં ફોન પર મહિલાની છેડતી કરનારા તેના પરિચિત જ હોય છે. આ મહિલા દ્વારા વારંવાર ચેતવણી આપવા છતાં તે પરિચિત ફોન પર છેડતી કરવાનું બંધ કરતો નથી અને જેના કારણે તેઓ પોલીસ કે અભયમ્ પાસે ફરિયાદ નોંધાવે છે. મહિલા ફોન પર છેડતીની ફરિયાદ નોંધાવે ત્યારબાદ જે નંબરથી ફોન આવ્યો હોય તેને ‘અભયમ’ દ્વારા ટ્રેકિંગમાં રાખવામાં આવે છે. આ ઉપરાંત તે વ્યક્તિને પોલીસ પણ ફોન કરીને ચેતવણી આપે છે. આ સ્થિતિમાં સમસ્યાનો ઉકેલ આવી જાય તો કેસ બંધ કરવામાં આવે છે. અલબત્ત, સમસ્યા જારી રહે તો ફરિયાદીને પોલીસ ફરિયાદ કરવા માટે કહેવામાં આવે છે. આ રીતે ટેલિફોનિક કોલ કરનારા સામે આઇપીસીની કલમ 354 હેઠળ પગલા લેવામાં આવે છે.