શિલ્પા લાઈફસ્ટાઈલ આયોજીત ‘શાહી સેટસ એન્ડ બેંગલ્સ મેલા’ને અદ્ભુત પ્રતિસાદ

નવનિર્મિત શો-રૂમ પર આયોજન: 15 મી સુધી યોજાશે: શાહી સેટસ એન્ડ બેંગલ્સ મેલા
રાજકોટ તા,13
પ્રથમ નોરતાથી શિલ્પા લાઈફસ્ટાઈલ દ્વારા તેઓના પેલેસ રોડ શો-રૂમ પર ખુલ્લા મુકવામાં આવેલ ‘શાહી સેટસ એન્ડ બેગલ્સ મેલા’ સૌરાષ્ટ્રભરના તેમજ દેશ-વિદેશના જવેલરી પ્રેમીઓમાં આકર્ષણરૂપ અને ચર્ચાનો વિષય બનેલ છે. પ્રથમ ત્રણ દિવસોમાં જ તેનો પ્રચંડ પ્રતિસાદ સાંપડયો છે. શિલ્પા લાઈફસ્ટાઈલ દ્વારા નવનિર્મિત ભવ્ય શો-રૂમ પર યોજાયેલ આ ‘મેલા’ શોપિંગનો ખરેખર જાજરમાન અને રોમાંચક અનુભવ પૂરો પાડી રહ્યો છે. અનોખી બેવમૂન ડિઝાઈન્સ, બારીકી અને કલાકારીગરીથી સુશોભિત ગોલ્ડ, ડાયમંડ અને પ્લેટિનમ જ્વેલરીના અદભૂત કલેકશન્સ ગ્રાહકોને બહોળી પસંદગી પૂરી પાડી રહ્યા છે. ‘શાહી સેટસ એન્ડ બેંગલ્સ મેલા’ નિમિત્તે શિલ્પા લાઈફસ્ટાઈલ દ્વારા આકર્ષક વિશેષ ડિસ્કાઉન્ટ ઓફરથી શો-રૂમ પર લોકોની ભીડ ઉમટી રહી છે. આ ‘શાહી સેટસ એન્ડ બેંગ્લસ મેલા’ હજુ 15 ઓકટોબર સુધી ચાલશે અને નવરાત્રીના તહેવારોને વધુ ચમકદાર બનાવશે તેવું મુલાકાતીઓના પ્રતિભાવો પરથી જણાય રહ્યું છે.
અદ્દભૂત અને મનમોહક સેટસ અને બેંગ્લસ મેળવવા માટે, શિલ્પા લાઈફસ્ટાઈલનો આ વાર્ષિક જવેલરી ફેસ્ટીવલ ‘શાહી સેટસ એન્ડ બેંગલ્સ મેલા’ દરેક પ્રસંગ અને માહોલમાં શોભી ઉઠે તેવી આસાધારણ ડિઝાઈન્સ સાથેનું સેટસ અને બેંગલ્સનું ઉત્કૃષ્ટ કલેકશન છે જેનો દરેક પીસ ટાઈમલેસ છે. શિલ્પા લાઈફસ્ટાઈલની ખાસ જવેલરી રેન્જમાં સમાવિષ્ટ ઉત્કૃષ્ટ ડિઝાઈન્સ સાથેની વિલંદી અને પોલકી સેટી, રિયલ ડાયમંડ, હેરીટેજ અને ટેમ્પલ જવેલરીનું ભવ્ય કલેકશન શિલ્પા લાઈફસ્ટાઈલના પેલેસ રોડ શો-રૂમ પર એકીસાથે ઉપલબ્ધ છે.તદ્દઉપરાંત સાથેસાથે 10 ઓક્ટોબરથી શિલ્પા લાઈફસ્ટાઈલ દ્વારા ગોલ્ડન જ્યુબીલીના 50 વર્ષ નિમિત્તે પોતાના માનવંતા ગ્રાહકો માટે ગોલ્ડન મેમરીઝ સ્પર્ધા યોજવામાં આવી છે. જેમાં ગ્રાહકો શિલ્પા લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલી પોતાની યાદોની સ્ટોરી મુકીને ભાગ લઈ રહ્યા છે. આ સ્પર્ધામાં પ્રથમ 3 વિજેતાઓ માટે 10 ગ્રામ અને પછીના 5 વિજેતાઓ માટે 5 ગ્રામ સોનાના સિક્કાઓ તેમજ 50 ભાગ્યશાળી વિજેતાઓ માટે 10 ગ્રામ ચાંદીના સિક્કાઓના ઈનામો રાખવામાં આવ્યા છે. તેમજ પ્રથમ 8 વિજેતાઓની સ્ટોરી પર શોર્ટ ફિલ્મ બનાવવામાં આવશે. જેના ત્રણ પ્રોમો પ્રથમ નોઢરતાથી સોશ્યલ મીડીયા પર ધુમ મચાવી રહ્યા છે. શિલ્પા લાઈફસ્ટાઈલના ગ્રાહકો માટે 30 નવેમ્બર સુધી પોતાની સ્ટોરી મોકલીને સોનુ અને ચાંદી જીતવાની તક સુવર્ણ તક છે. ટ્રેન્ડી છતા ટાઈમલેસ શિલ્પા લાઈફસ્ટાઈલની જવેલરી કલેકશનના ઝગમગતા ડાયમંડસ, ગોલ્ડ અને જેમ્સ્ટોન્સ સાથે જોડાઈને જાણે કો જીવનની કવિતાને ગતિશીલતામાં પરિવર્તિત કરે છે. જવલંત અને ભવ્ય, રહસ્યમય અને પ્રભાવી ગોલ્ડ, ડાયમંડ, સેફાયર, રૂબી અને એમેરાલ્ડ જવેલરીનું આ વિશિષ્ટ ક્રિએશન નરીત્વની ભાવનાઓનું ઉચ્ચત્તમ પ્રતિબિંધ પુરૂં પાડે છે.શિલ્પા લાઈફસ્ટાઈલ તેમના ન્યુલી એકસપાન્ડેડ પેલેસ રોડ શો-રૂમ પર આયોજિત આકર્ષક, સુંદર અને પ્રેશીયસ જ્વેલરીના ભવ્ય કલેકશન ‘શાહી સેટસ અને બેંગલ્સ મેલા’ માં પધારી જાજરમાન વ્યક્તિત્વ પ્રાપ્ત કરવા સૌને આવકારે છે.