જૈન વિઝન નવરાત્રિમાં આજે ફિલ્મ અભિનેત્રી અવની મોદી ગરબે ઘુમશે

  • જૈન વિઝન નવરાત્રિમાં આજે ફિલ્મ અભિનેત્રી અવની મોદી ગરબે ઘુમશે

કેલેન્ડર ગર્લ, કેરીઓન કેસર સહિત અનેક ફિલ્મોમાં અભિનયના ઓજસ પાથરનાર અવની રાજકોટમાં રાજકોટ, તા.13
જૈન વિઝન સંસ્થા આયોજીત સોનમ નવરાત્રીમાં આજરોજ હિન્દી, તમિલ-તેલુગુ, ગુજરાતી ફિલ્મોનાં પ્રખ્યાત એક્ટ્રેસ અવની મોદી ખેલૈયાઓ સાથે ગરબે રમશે. ગુજરાત મિરર કાર્યાલયે પધારેલ અવની મોદીએ કહ્યું કે રાજકોટ એકમાત્ર એવું શહેર છે જે પોતાના ટર્મ્સ પર જીવે છે. મધુર ભંડારકરની કેલેન્ડર ગર્લ્સ, ગુજરાતી ફિલ્મ કેરીઓન કેસર સહિત અનેક ફિલ્મોમાં કામ કરનાર અવની મોદીની ટૂંક સમયમાં જ નવી ફિલ્મ સલામ વાલેકુમ અને બાપુ ક્યાં છે રિલીઝ થનાર છે.
રાજકોટમાં નવરાત્રી મહોત્સવની ધૂમ મચેલી છે અને તેમાં પણ જૈન વિઝન સંસ્થા આયોજિત સોનમ નવરાત્રી મહોત્સવમા ખેલૈયાઓએ શહેરીજનોમાં જબરું આકર્ષણ ઉભું કર્યું છે. ચંદ્રમાની ચાંદની અને તારાની ચમક વચ્ચે અવનવી વેશભૂષામાં સજ્જ થઇને આવેલા ખૈલૈયાઓ મન ભરીને રાસોત્સવ માણી રહ્યા છે. આ રાસોત્સવ માણવા આવી રહેલા શહેરીજનોએ નંબર-વનનું બિરુદ પણ આપી દીધું છે.
બીજા નોરતે ખેલૈયાઓ સાથે રાસે રમવા માટે તારક મહેતા સિરિયલ ફેઈમ રોશનસિંગ સોઢી આવ્યા હતા અને ધમાલ મચાવી દીધી હતી. રોશનસિંગ સોઢીને ગુજરાતી ગરબા બહુ જ પસંદ છે. કાલે તેની સાથે સેલ્ફી લેવા માટે પણ લોકોએ પડાપડી કરી હતી. સોનમ નવરાત્રી મહોત્સવના વિજેતાઓ ઉપર લાખેણા ઇનામોનો વરસાદ પણ થઇ રહ્યો છે.આ રાસોત્સવ નિહાળવા માટે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ચેરમેન શ્રી ધનસુખભાઈ ભંડેરી સાથે કૈલાશબેન ભંડેરી, શહેર ભાજપ અગ્રણી કાશ્મીરાબેન નથવાણી સાથે બકુલભાઇ નથવાણી, તથા જૈન સમાજના અગ્રણી સોનમ ક્લોકના જયેશભાઇ શાહ, દીપાબેન શાહ આર્કેડિયા શેરના સુનિલભાઈ શાહ, ભારત મશીન ટૂલ્સના દર્શનભાઈ શાહ, હેતલબેન શાહ, જીતુભાઈ દેસાઇ ( ચા વાળા ), કાનનબેન દેસાઇ, પ્રવીણભાઈ કોઠારી, દિલેશભાઈ ભાયાણી, મિતુલભાઈ વસા ( વિશામણ સેલ્સ પ્રા. લી.), અવનીબેન વસા, મુકેશભાઇ દોશી, દામિનીબેન કામદાર, જય કામદાર, જૈન અગ્રણી વિપુલભાઈ દોશી, બોબીભાઈ દેસાઇ, ગિરીશભાઈ ખારા, પ્રફુલાબેન ખારા, સુનિલભાઈ ખારા, જાગૃતિબેન ખારા, જયેશભાઇ ભાલાણી, હિમાંશુભાઈ અજમેરા, રાજેશભાઈ મહેતા,ભરતભાઈ દોશી, કલ્પનાબેન દોશી, મિતાલી દોશી, વરુણ દોશી, દિનેશભાઇ રાણપરા, દીપકભાઈ પાટડીયા, સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
નવરાત્રી દરમિયાન દરરોજ ગ્રાઉન્ડમાં 8 વાગ્યે પ્રથમ 51 ખેલૈયા વચ્ચે લકકી ડ્રો દ્વારા ચાંદીની ગીની, મેગા ફાઈનલમાં વિજેતા થનાર પ્રિન્સ-પ્રિન્સેસને લાખેણા ઈનામોની વણઝાર, દરરોજ ફિલ્મ સ્ટાર, ટીવી સ્ટાર અને ક્રિકેટરોની હાજરી, સંપૂર્ણ પારિવારિક માહોલ, ચૂસ્ત સિકયોરિટી તથા નાઈટ વિઝન સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ, દરરોજ આગ-અલગ થીમ બેઈઝ કોમ્પિટિશનમાં ભવ્ય ઈનામો, દૂરથી રાસ રમતા સ્વજનોને નજીથી નિહાળવા વિશાળ એલઈડી એચ.ડી. સ્ક્રીન, સ્ટેડિટમ ટાઈપ બેઠક વ્યવસ્થા, ભારતભરમાં જૈન ઉદ્યોગપતિના હસ્તે દરરોજ ઈનામો, સૌરાષ્ટ્રના તમામ જૈન સોશ્યલ ગ્રુપને આમંત્રીત કરીને એક દિવસ માટે વિનામૂલ્યે રાસોત્સવમાં નિમંત્રણઆપવામાં આવી રહ્યું છે.
ગુજરાત મિરર કાર્યાલયે રજત સંઘવી, જય કામદાર, વિપુલ મહેતા, કુશલ કોઠારી, દેવેન દોમડિયા, વિપુલ શાહ, કેતન દોશી, વત્સલ મહેતા, દેવાંગ ખજૂરીયા હિતેષ મણિયાર સહિતના જૈન વિઝન ટીમના ઉપસ્થિત રહ્યાં હતાં.