ભાજપને મત આપનાર માનવા લાગ્યા-‘છેતરાઈ ગયા’: ગાયત્રીબા વાઘેલા

રાજકોટ તા,13
રાજકોટ મહાનગર પાલિકામાં વિરોધપક્ષનાં નેતા તારીકે લોક સમસ્યાઓનો લડાયકરી તે નિવેડો લાવનાર કોંગ્રેસનાં મહિલા અગ્રણી ગાયત્રીબા વાઘેલાને પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિનાંં પ્રમુખ પદે મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. આજરોજ ગાયત્રીબા વાઘેલા શહેર મહિલા કોંગ્રેસ સમિતિનાં સભ્યો સાથે ગુજરાત મિરર કાર્યાલયે પર્ધાયા ત્યાએ તેઓએ જણાવ્યુ કે સરકાર સદંતર નિષ્ફળ રહી છે. લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે. ખેડૂતો, યુવાનો, વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ તમામ વર્ગ સરકારની ખોટી નીતિઓનો ભોગ બની છે. કોંગ્રેસ સરકારની નીતિઓનો વિરોધ કરશે અને જનતાને સાથે રાખશે.ગાયત્રીબા વાઘેલાએ કહ્યુ કે, ભાજપે ચૂંટણીપૂર્વે બરાડા પાડીને આવેલા વયનો હવે પોકળ સાબિત થઈ ગયા છે. જનતા પણ જાણી ચુકી છે કે, છેતરાઈ ગયા! 2019ની લોકસભાની ચૂંટણીમાં જનતા હિસાબ સરભર કરી દેશે.ગાયત્રીબા વાઘેલાએ પ્રદેશ મહિલા કોંગ્રેસનું સુકાન સંભાળતા શહેર મહિલા કાંગ્રેસનાં પ્રમુખ અને કાર્યકરોએ અભિનંદન પાઠવ્યા હતા અને ગાયત્રીબાની આગેવાનીમાં મહિલાઓનાં પ્રશ્ર્નો અંગે લડાયક અવાજ ઉઠાવવા એલાન કર્યુ હતું.ગુજરાત મિરર કાર્યાલયે ગાયત્રીબા વાઘેલા સાથે શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ મનિષાબા વાળા, હિરલ રાઠોડ, શાંતાબેન મકવાણા, નીશાબેન મકવાણા, ફરીદાબેન શેખ, ગીતાબેન ખોડીદાસભાઈ, રમાબેન મનસુખભાઈ, શિલ્પાબેન પરમાર, ઈન્દુબેન ચૌહાણ, મનપામાં કોંગ્રેસનાં કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર, પ્રભાતભાઈ ડાંગર, મિલનભાઈ પરમાર અને અશોકસિંહ વાઘેલા હાજર રહ્યા હતા.