શ્રી મણિભદ્રદાદાનો પ્રાગટ્યદિન ભવ્યાતિભવ્ય ઉજવાયો

પૂજય આ.ભ. પુણ્યોદયસાગરજી મ.સા. તથા પૂજય વિપુલશયાશ્રીજી મ.સા. આદિ ઠાણાની પાવન નિશ્રામાં 192 વર્ષ પ્રાચીન તીર્થ શ્રી સુપાર્શ્ર્વનાથ જિનાલય માંડવી ચોકમાં આજે શ્રી મણિભદ્રદાદાનો પ્રાગટ્ય ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો ગયો. સવારે 6:30 કલાકે કેસર પ્રક્ષાલ, ચંદન પૂજા, ફૂલ પૂજા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 9 વાગ્યે હોમાત્મક હવનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. હવનમાં બેસવાનો લાભ સૌભાગ્યચંદ મોહનજીભાઇ કોઠારી પરિવાર તેમજ ગજુમતીબેન સૌભાગ્યચંદ કોઠારી પરિવારે લીધો હતો. જેમાં ભક્તિકાર ધર્મેશ દોશી તથા વિધિકાર જયેશભાઇ શાસ્ત્રી હવનમાં સુખડના લાકડા, સવનના લાકડા, ચંદનના લાકડા તેમજ સૂકામેવાના લાડુ, કેસરયુક્ત ખીર હોમવામાં આવી હતી. શ્રી મણિભદ્રદાદાને સુખડી પ્રસાદ ધરવામાં આવ્યો હતો. હવન તેમજ પ્રસાદનો લાભ મોટી સંખ્યામાં લોકોએ લીધો હતો. આ કાર્યક્રમ માટે જીતુભાઇ દેસાઈ, પંકજભાઇ કોઠારી, કમલેશભાઇ લાઠિયા, ભાવેશભાઇ વોરા, જયેશભાઇ દોશી, જયંતભાઇ મહેતા, જયંતભાઇ દોશી, મહાસુખભાઇ રામાણીએ જહેમત ઉઠાવી હતી.          (તસવીર: પ્રવિણ સેદાણી)