જૈનમ નવરાત્રીમાં ઓસમાણ મીરે ખેલૈયાઓને ઝુમાવ્યાOctober 13, 2018

રાજકોટ તા,13
માં આદ્યાશક્તિની નવલા નવરાત્રીના પવિત્ર દિવસોમાં રાજકોટની દરેક જૈન સંસ્થાઓના પૂર્ણ સહયોગ દ્વારા નવરાત્રી તા.10 ઓક્ટોબર થી તા.18 ઓક્ટોબર 2018 સુધી જૈનમ નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવેલ છે. ત્રીજા નોરતે મહેમાનશ્રીઓમાં મનીષભાઈ મડેકા (રોલેકસ રીંગ), સુરેશભાઈ નંદવાણા, (ભવાની ઈન્ડસ્ટ્રીઝ), વિક્રમસિંહ જાડેજા (રાજકોટ-દિવ્યભાસ્કર), જયેશભાઈ શાહ (સોનમ કલોક-મોરબી), રીનાબેન બેનાણી (બેનાણી ફાઉન્ડેશન), જયમીનભાઈ ઠાકર (), રાજુભાઈ કાલરીયા (સન ફોર્જ), સુનીલભાઈ શાહ (આર્કેડીયા શેર), અશોકભાઈ ભુત અને હાર્દીકભાઈ દોશી (વરમોર ગ્રુપ), જીજ્ઞેશભાઈ દોશી અને શૈલેન્દ્રસિંહ જાડેજા (ડોમા ઈમ્પેક્ષ), રાજેનભાઈ વડાલીયા (હાઈબોન્ડ સીમેન્ટ), શ્યામભાઈ છાંટબાર, ડો.દિપકભાઈ મહેતા, ડો.દર્શિતાબેન શાહ (પૂર્વ ડેપ્યુટી મેયર) ડો.બબીતાબેન હપાણી (પ્રગતિ હોસ્પિટલ), સ્વાતીબેન ઝવેરી (એપેક્ષ એડ.) જયેશભાઈ સોના (એડેક્ષ), સાગઠીયા (ટી.પી.ઓ), રાજુભાઈ ભીમાણી, અશોકસિંહ જાડેજા (એરપોર્ટ ઓથોરીટી), શ્રી અશોકભાઈ ચંદ્રવાડીયા, શ્રી પ્રફુલભાઈ ગંગદેવ (જાણીતા બિલ્ડર), કેતનભાઈ વસા (જૈન બ્રાઈટ સ્ટીલ), જયકાંતભાઈ વાધર ઉપસ્થિત રહ્યા હતા.
ગઈકાલે માં જગદંબાની આરતીમાં રઘુવંશી સમાજનાં કમલેશભાઈ મીરાણી, શંતુભાઈ રૂપારેલીયા, અનીલભાઈ પારેખ, મનીષભાઈ રાડીયા, અનીલભાઈ પારેખ, દિનેશભાઈ કારીયા, વિક્રમભાઈ પુજારા, મીનાબેન પારેખ, હસુભાઈ ચંદરાણાએ આરતીનો લાભ લીધેલ હતો. આજે સાંજે આરતીનો લાભ સોની સમાજનાં આગેવાનો લેશે. આજે રાત્રે જૈનમ નવરાત્રી મહોત્સવમાં જાણીતા ગાયીકા ફરીદા મીર જૈનમનાં ખેલૈયાઓને ડોલવશે. સાથે સાથે મયુરી પાટલીયા, શ્રીકાંત નાયર, પરાગી પારેખ, વિશાલ પંચાલ અને પ્રિતી ભટ્ટ પણ પોતાની ગાયીકી રજુ કરશે.