તા.15ને સોમવારથી સ્થાનકવાસી સંઘ અને તા.16ને મંગળવારથી મૂર્તિપૂજક સંઘમાં આયંબિલ ઓળી પ્રારંભ

  • તા.15ને સોમવારથી સ્થાનકવાસી સંઘ અને તા.16ને મંગળવારથી મૂર્તિપૂજક સંઘમાં આયંબિલ ઓળી પ્રારંભ

રાજકોટ તા.13
જૈનોની આયંબિલ ઓળી વર્ષમાં બે વખત ચૈત્ર માસ તથા આસો માસમાં આવે છે. જો કે તપ તો હર હંમેશ કરવાનું હોય છે. પ્રભુને જ્યારે પ્રશ્ર્ન પૂછ્યો કે હે પ્રભો! દીક્ષા લઈને શું કરવાનું? પરમ કૃપાળુ તીર્થકર પરમાત્મા પ્રત્યુતર આપતા ફરમાવે કે સંજમેણ તવે ભાવે માણે વિહરયે ! અર્થાત હે જીવ ! સંયમ અને તપથી તમારા આત્માને ભાવિત કરતા રહેજો. તપસ્વીઓ નવ નવ દિવસ સુધી લુખ્ખુ-સુક્કુ તેલ અને સબરસ વગરનો દિવસમાં એક જ વખત આહાર કરી આયંબીલ તપની આરાધના કરતા હોય છે. આધ્યાત્મિક દ્રષ્ટીએ તો તપ કરવાથી અનંતા કર્મોની નિર્જરા થાય છે પરંતુ આયુર્વેદ અને વૈજ્ઞાનિક દ્રષ્ટીએ પણ આયંબીલ તપને આરોગ્ય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તમામ દર્દનું ઔષધ તપ માનવામાં આવે છે. આયંબીલ ઓળીના નવ દિવસ દરમ્યાન નવ પદ એટલે કે નમો અરીહંતાણથી લઇ નમો લોએ સવ્વ સાહુણં તથા સમયક જ્ઞાન,દર્શન, ચારિત્ર અને તપ ધર્મની આરાધના કરવાની હોય છે. પ્રભુ મહાવીરે 14000 સાધુ અને 36000 સાધ્વીઓમાંથી ધન્ના અણગારના આયંબીલ તપની પ્રશંસા કરી સાધુ વંદનામાં નિત્ય સ્મરણ કરીએ છીએ. આયંબીલ તપની આરાધના કરવાથી શ્રીપાલની કાયા કંચનવર્ણી બની જાય છે. તેમાં પણ વૈજ્ઞાનિક કારણ રહેલું છે કે ખોરાકમાં સબરસનું પ્રમાણ ઘટવાથી ચામડીના રોગ મટી શકે છે. તામલી તાપસ અને સુંદરીએ દીર્ઘ કાલીન સમય સુધી તપની આરાધના કરેલી. તપના પ્રભાવથી ભરત ચક્રવર્તીના સુંદરી પ્રત્યેના દુષ્ટ ભાવમાં પરીવર્તન આવી ગયેલ આયંબીલ તપ કરવાથી રસેન્દ્રીય ઉપર વિજય મેળવી શકાય છે. કારણ કે પાંચ ઇન્દ્રીયમાં રસેન્દ્રીયને જીતવી ખુબ જ કઠીન છે. તપથી લોહી શુદ્ધ થાય છે. લાલ રકત કણો વધે છે ! પ્રોફેસર જોસેફ હેરેલ્ડ જણાવે છે કે પેટના મોટાભાગના દર્દોમાં તપ કરવું શ્રેષ્ઠ છે. ડો.શેલ્ટન કહે છે સૃષ્ટીના જીવોમાં માત્ર મનુષ્ય એવું પ્રાણી છે જે બીમારીમાં પણ ખા - ખા કરે છે. જ્યારે પશુ-પ્રાણીઓ બીમાર પડે ત્યારે સૌપ્રથમ ખાવાનું છોડી દે છે. માનસ સાધના મંડળવાળા યોગીજી કહેતા કે જો લાંબુ જીવવું હોય તો પેટ ભરીને ન ખાઓ, ઇચ્છા થાય અને ભુખ હોય તેના ચોથા ભાગનો જ આહાર લેવો. મિસ શર્મને ખુબ સરસ વાત કરી કે એક અબજ લોકો જગતમાં અર્ધા ભુખ્યા સુએ છે અને સવા અબજ લોકો વગર ભુખે ખા-ખા કરે છે.
સળંગ નવ દિવસ સુધી તપ થઇ શકતું હોય તો શ્રેષ્ઠ છે પરંતુ કોઇ કારણસર નવ દિવસ ન થઇ શકે તો છુટક-છુટક પણ આયંબીલ તપની આરાધના કરી શકાય છે જેથી જીવાત્મામાં તપના સંસ્કાર આવે છે.
સંકલન : મનોજ ડેલીવાળા દૈવીશક્તિથી પણ શક્તિશાળી: આયંબિલ આરાધના
દેવો સર્જિત શ્રીકૃષ્ણની દ્વારકા નગરી પર જ્યારે દ્વેપાલન ઋષિ કોપાયમાન થયાં અને એને બાળી નાખવા તૈયાર થયાં ત્યારે : નેમનાથ પરમાત્માએ કહ્યું, "જ્યાં સુધી નગરીમાં એક પણ વ્યક્તિ આયંબિલ કરતી હશે ત્યાં સુધી દ્વારકાને કાંઇ જ નહીં થાય- શ્રીકૃષ્ણની વ્યવસ્થા પ્રમાણે વારાફરતી દરરોજ એક ઘરમાં આયંબિલ થતી. વર્ષો પસાઇ થઇ ગયાં. દ્વેપાલન ઋષિ દ્વારકાને કાંઇ જ ન કરી શક્યા !
એક આયંબિલમાં આખી નગરીને બચાવવાની તાકાત હોય છે, કેમ કે તપના આરાધકના વાઇબ્રેશન્સ એવા પાવરફૂલ અને પ્રભાવશાળી હોય કે એના ઉપર કોઇ આક્રમણ ન કરી શકે, સૂક્ષ્મશક્તિ સામે સ્થૂળ-શક્તિ કાંઇ જ ન કરી શકે. દૈવી શક્તિ કરતાં પણ આરાધકની શક્તિ વધારે સમર્થ હોય. જૈનોની સાધનામાં અતુલ્યશક્તિ હોય છે.
* આયંબિલની આરાધનાથી શું લાભ થાય?
આયંબિલથી આત્મશક્તિ ખીલે છે, આયંબિલ અનંતા કર્મોનો ક્ષય કરે છે, આયંબિલથી ઉચ્ચ ગોત્ર કર્મનો બંધ થાય છે, આયંબિલ નિકાચિત કર્મોને અટકાવે છે, આયંબિલથી અનંતા જીવોને અભયદાન આપી શકાય છે, આયંબિલ અનાસક્તિથી અરિહંત સુધી લઇ જતી આરાધના છે, આયંબિલ બ્રહ્મચર્યમાં સહાયક બને છે, કેમ કે વિગઇ અવિકારનું કારણ છે, જ્યારે આયંબિલ વિકારનું મારણ છે, આયંબિલમાં સાકર અને તેલ-ઘી રહિતોનો આહાર વાપરવાનો હોવાથી લીવરને થોડું રીલેક્સેશન મે છે, અને ઓછુ વર્ક કરવું પડે છે. મેટાબોલીઝમ પ્રોસેસ ધીમી થવાથી લીવર આદિ ઓરગન્સને સક્ષમ બનવા માટેનો સમય મળી રહે છે. લીવરને લગતાં ઘણા બધાં પ્રોબ્લેમ્સ સોલ્વ થઇ જાય છે. આયંબિલ કરવાથી લોહી શુદ્વ થાય છે. ડાયજેસ્ટિવ સિસ્ટમ પ્રોપર રહે છે. રેઝીસ્ટન્સ પાવર વધે છે. શરીરને ડિટોક્સિફાય કરે છે.