અંબા અભય પદ દાયિની રે... પ્રસિદ્ધ ‘પવનપુત્ર ગરબી મંડળ’માં જામતી રાસ રમઝટ

જ્યાં હજારો માણસો ઉમટે છે એવા અર્વાચીન રાસની તો આજની પેઢીને આગવી મજા છે જ, પણ શહેરના સોરઠીયાવાડી વિસ્તારમાં રાતે લટાર મારવા નીકળો અને પવનપુત્ર ગરબી મંડળની પ્રાચીન ગરબીમાં ગરબા જોવા ઉભા રહી જાવ તો તમે પાંચ મિનિટ રોકાવા ધાર્યુ હશે છતાં એક કલાકથી ઓછા સમયમાં અહીંથી હટવાનું મન જ નહીં થાય એટલું નક્કી. દાયકાઓ જુની આ ગરબીમાં દીવડા રાસ, મણીયારો અઠંગો એવા અનેક રાસ રમતી ક્ધયાઓ અને ર્માં આદ્યશકિતની આરાધનારૂપ પરંપરાગત ગીત-ગરબા દર્શકોને એક દિવ્ય માહોલમાં લઇ જાય છે. રોજ હજારો માણસો અહીં ઉમટે છે. સોના ઇંઢોણી રૂપા બેલડુ રે લોલ..., અંબા અભય પદ દાયીની રે... ર્માં પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે..., એવા એવા ગીત આવી ગરબીઓમાં ચીરકાળ સુધી ગુંજતા જ રહેવાના અને સાક્ષાત ર્માં અંબા ધરતી પર ઉતર્યા હોય એવી અનુભૂતિ થતી જ રહેવાની છે, જોજો. (તસવીર : રવિ ગોંડલીયા)