સિંગતેલમાં તેજી અવિરત ડબ્બે રૂા.20નો ઉછાળો

  • સિંગતેલમાં તેજી અવિરત ડબ્બે રૂા.20નો ઉછાળો

રાજકોટ તા.13
ગુજરાતનાં ખાદ્યતેલના મથકો પર આજે સિંગતેલમાં સ્ટોકિસ્ટોની તથા દેશાવરોની માગને ટેકે તેલિયા ટીનના ભાવમાં 15 કિલોદીઠ રૂ. 30નો અને લૂઝમાં 10 કિલોદીઠ રૂ. 25થી 30નો ઉછાળો આવ્યાના અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં આજે સિંગતેલના ભાવમાં 10 કિલોદીઠ રૂ. 20નો ઉછાળો આવ્યો હતો.
હાજરમાં 10 કિલોદીઠ ક્રૂડ પામતેલમાં રૂ. 7, સન ક્રૂડમાં રૂ. 5 અને આરબીડી પામોલિનમાં રૂ. 4નો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે હાજર, ડાયરેક્ટ ડિલિવરી તેમ જ સેલરિસેલ ધોરણે વેપાર અત્યંત નિરસ રહ્યાના અહેવાલ હતા.
ગોંડલ તથા રાજકોટ મગફળીની અનુક્રમે 10,000 ગૂણીની અને 15,000 ગૂણીની આવક સામે બન્ને મથકો પર વેપાર 20 કિલોદીઠ રૂ. 700થી 980 આસપાસના મથાળે ગુણવત્તાનુસાર ધોરણે થયા હતા, જ્યારે ગુજરાતના ખાદ્યતેલનાં મથકો પર સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર 15 કિલોદીઠ રૂ. 30 વધીને રૂ. 1430થી 1440માં, લૂઝમાં 10 કિલોદીઠ રૂ. 25થી 30 વધીને 890થી 900ના મથાળે થયા હતા. આ ઉપરાંત વોશ્ડ કોટનના વેપાર રૂ. 725થી 728 આસપાસના મથાળે થયા હતા. આજે હાજરમાં વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના 10 કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. 678થી 683, ક્રૂડ પામોલિનના રૂ. 588, સોયા રિફાઈન્ડના રૂ. 740, સોયા ડિગમના રૂ. 700, સન રિફાઈન્ડના રૂ. 810, સન ક્રૂડના રૂ. 765, સિંગતેલના રૂ. 930, કપાસિયા રિફાઈન્ડના રૂ. 782 અને સરસવના રૂ. 830 આસપાસ રહ્યા હતા