ટોમેટો સોસ લારીમાં પીરસાય છે બીમારી

રાજકોટ તા.13
રાજકોટમાં ખુલ્લેઆમ બજારોમાં ધીમુ ઝેર પીરસાઇ રહ્યું છે. લારીઓમાં પીરસાઇ રહેલો ટમેટો સોસ આરોગ્ય માટે ખતરનાક છે. છતાય મહાપાલીકાનું આરોગ્ય તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. અગાઉ આરોગ્ય વિભાગે મોટાપાયે દરોડા પાડયા હતા અને ટોમેટો સોસ કેવી રીતે બને છે તેનો પર્દાફાશ કર્યો હતો. ફરી ટોમેટો સોસનો કાળો કારોબાર શરૂ થઇ ગયો છે છતાંય તંત્ર કોઇ કાર્યવાહી કરી શકતું નથી.
રાજકોટની ફાસ્ટ ફુડ સેન્ટરમાં પર મળતા ટોમેટો સોસના નામે સિન્થેટિક કલર પીરસાય છે. જે ગંભીર બીમારીઓ નોતરે છે. ફાસ્ટ ફુડના લારીઓમાં વેચાતો ટોમેટો સોસ સ્ટાન્ડર્ડ વગરનો આપવામાં આવે છે. આરોગ્ય તંત્રની ટીમ રોજ મચ્છરોનાં લારવા શોધવા ચેકીંગ કરે છે. તે ઉપરાંત હોટેલોમાં ગંદકીના નામે ચેકીંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે તંત્રએ નાટક બંધ કરી યોગ્ય દિશામાં કાર્યવાહી કરવી જરૂરી છે.
16 લાખ શહેરીજનોનું આરોગ્ય ટોમેટો સોસના કારણે જોખમમાં મુકાય રહ્યું છે. ફાસ્ટફુડમાં પિરસાતો ટોમેટો સોસ સિન્થેટિક કલરવાળો હોવાથી તે શરીરમાં અંદર જવાથી થાઇરોઇડ, અસ્થમા, એલર્જી જેવી ગંભીર બીમારી નોતરી શકે છે. ખાસ કરીને બાળકો માટે બજારમાં
પીરસાતો ટોમેટો સોસ અતિ ખતરનાક સાબીત થઇ શકે છે. ટોમેટો સોસના નામે ખતરનાક બીમારીઓ પીરસાઇ રહી છે ત્યારે આરોગ્ય તંત્રએ હવે લાલ આંખ કરવી જરૂરી છે. રાજકોટવાસીઓ રોજ
200 કિલો સોસ આરોગે છે
રાજકોટ શહેરમાં આવેલી ફાસ્ટફુડ લારીઓ અને દુકાનો પર વેચાતા વડાપાંઉ દાબેલી અને સેન્ડવીચ, હોટડોગ સાથે લોકો ઉત્સાહથી ટોમેટો સોસ અને ચટણી આરોગે છે. શહેરમાં અંદાજે 200 કિલો સોસ શહેરીજનો આરોગી જાય છે. સોસથી શું રોગ થાય છે?
રાજકોટની લારીઓમાં મળતું ટોમેટો સોસમાં સિન્થેટીક કલર હોવાથી તે ખાવાથી થાઇરોઇડથી ગાંઠ, ડીપ્રેશન, ત્વચાની સમસ્યા, અસ્થમા અનેક પ્રકારની એલર્જી જેવા ખતરનાક બીમારીઓ થઇ શકે છે. ટોમેટો સોસ કેમ બને છે ?
રાજકોટની ફાસ્ટફુડ ઝોનમાં પીરસાતો ટોમેટો સોસમાં કાળુ, બટાકા, ગાજર જેવી સસ્તી વસ્તુઓનું મિશ્રણ કરી તે ઉપરાંત બાફેલા શાકભાજીનો ઉપયોગ થાય છે. તેને સાચવવા માટે એસિટિક એસિડ પણ વપરાય છે. સિન્થેટિક કલર
બાળકો માટે જોખમી
સિન્થેટિક કલર બાળકોમાં હાઇપર એકટીવીટીનું કારણ બને છે. બાળકો વધારે સોસ આરોગી રહ્યા છે એટલે જ બાળકો રાજકોટમાં વધુ બીમાર પડી રહ્યા છે. વાલીઓએ
ચેતવા જેવું
ફાસ્ટફુડનો ટોમેટો સોસ અનેક બીમારી નોતરી શકે છે ત્યારે ખાસ કરીને પીઝા, સેન્ડવીચ બાળકો ખાતા હોય છે તેમાં બાળકો ટોમેટો સોસ વધુ આરોગી રહ્યા હોય છે ત્યારે વાલીઓએ બાળકોને આવા સોસથી દુર રાખવા જોઇએ.