જિલ્લામાં છ લાખ વાહનોમાં HSRP પ્લેટ લગાવવાની બાકી

  • જિલ્લામાં છ લાખ વાહનોમાં HSRP પ્લેટ લગાવવાની બાકી

 છેલ્લી તારીખ સુધીમાં નહીં લગાવાય તો ટુ વ્હિલરને 500 અને ફોર વ્હિલર માટે 1000નો દંડ
રાજકોટ તા.13
વાહન ચાલકો અને વાહનની સલામતી માટે રાજયભરમાં હાઈ સિક્યુરીટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ મારવાનો પરિપત્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. એચએસઆરપી નંબર પ્લેટ લગાવવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર છે. જિલ્લામાં હાલ છ લાખ વાહનોમાં એચએસઆરપી પ્લેટ લગાવવાની બાકી છે અને અંતિમ તારીખ સુધીમાં જો નંબર પ્લેટ નહી લગાવવામાં આવે તો તેની કાર્યવાહી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ગુજરાત રાજયની તમામ આરટીઓ કચેરીમાં નંબર પ્લેટ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વાહન ચાલકો અને વાહનોની સલામતી માટે એચએસઆરડી નંબર પ્લેટ સુપ્રીમની લાઈડ લાઈન મુજબ ડિસેમ્બર 2012થી નવા વાહનોમાં લગાવવાનો પરિપત્ર કરવામાં આવ્યો હતો. ત્યારથી અત્યાર સુધીમાં પાંચ-પાંચ વાર અંતિમ તારીખમાં વધારો કરવામાં આવ્યો છે.
રાજકોટ જિલ્લામાં જૂના વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ લગાવવાની ફરજીયાત કરતા અત્યાર સુધીમાં 2.25 જેટલી નંબર પ્લેટ લગાવવામાં આવી છે અને છ લાખ જેટલા જૂના વાહનોમાં નંબર પ્લેટ લગાવવાની બાકી છે અને અંતિમ તારીખ 31 ડિસેમ્બર છે ત્યારે જો તા.31 ડિસેમ્બર સુધીમાં નંબર પ્લેટ નહી લગાવી હોય તેવા ટુ વ્હીલર વાહનોમાં 200 અને ફોર વ્હીલરમાં 500 રૂપિયા દંડ છે જયારે થ્રિ વ્હીલરમાં 150 રૂપિયા દંડ રાખ્યો છે. પરંતુ જો વાહનના માલીક અને ચાલક બન્ને એક જ હશે તો 3 વ્હીલરમાં 500 અને ફોર વ્હીલરમાં 1000 તેમજ થ્રિ વ્હીલરમાં 300 રૂપિયા દંડ ફટકારવામાં આવશે.
આ અંગે રાજકોટ આરટીઓ મોજીદ્રાએ જણાવ્યું હતું કે સુપ્રિમની ગાઈડ લાઇન મુજબ રાજકોટ આરટીઓમાં એચએસઆરપી લગાવવાનું શરૂ કર્યુ છે અને તેના માટે હાલ કામગીરી શરૂ છે. રાજકોટ જિલ્લાના 50 ડિલરોને નંબર પ્લેટની કામગીરી સોંપવામાં આવી છે અને તેના માટે 15 જેટલા મશીનો પણ ફાળવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 2.25 લાખ નંબર પ્લેટ લગાવવામાં આવી છે અને છ લાખ જેટલા વાહનોમાં ફિટ કરવાની બાકી છે. જેના માટે અંતિમ તારીખ 31 ડિસેમ્બર રાખવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં દર મહિને 10 હજાર જેટલા વાહનોનું રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. જેમાં 7500 ટુ વ્હીલર અને 3500 જેટલી ફોર વ્હીલરની નોંધણી કરાઈ છે. વધુમાં જણાવ્યું હતું કે આ અંગે એક વખત જૂના વાહનોમાં એચએસઆરપી પ્લેટ લગાવવા માટે વાહન ચાલકોને સમજણ આપવામાં આવી રહી છે. પરંતુ લોકો હજુ તેના માટે સક્રિય થયા નથી તે માટે દંડની કાર્યવાહી કરવામાં આવશે.
એચએસઆરપ નંબર પ્લેટ લગાવવા માટે અગાઉ સુપ્રીમની ટકોરથી જાન્યુઆરી 2018માં એક મહિનો ત્યારબાદ ફેબ્રુઆરીથી એપ્રિલ 3 મહિના વધારવામાં આવ્યો હતો. કોઇ વધારે પરિણામ નહી આવતા વાહન ચાલકનોે ફરી ત્રણ મહિનાનો સમય આપતા 31 જુલાઈ 2018 અંતિમ તારીખ આપવામાં આવી હતી. પરંતુ જિલ્લામાં હજુ પણ છ લાખ જૂના વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ બાકી હોય ફરી અંતિમ તારીખ વધારતા પાંચ મહિનાનો સમયગાળો આપ્યો છે અને 31 ડિસેમ્બર 2018 કરવામાં આવી છે.