અટલ સરોવર માટે તા. 19મીએ ફાઇનલ મિટિંગOctober 13, 2018

રાજકોટ તા. 13
સ્માર્ટ સીટી યોજના અંતર્ગત રૈયા ખાતે રેસકોર્ષ-2 અને અટલ સરોવરનું મહાનગરપાલીકા દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. 36 પ્રકારની મનોરંજનની આઈટમો સાથે બોટીંગ ફૂડ કોટ અને અનેક પ્રકારના ગાર્ડનો બનાવવામાં આવશે. જેના માટે આગામી તા.19ના રોજ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
રાજકોટ વાસીઓને ફરવા માટેનું નવુ નઝરાણુ આપવા માટે મહાનગરપાલીકાએ રૈયા ગામ પાસે 100725 સ્કે.મીટરમાં ભવ્ય અટલ સરોવર તેમજ રેસકોર્ષ પાર્ટ-2 ની કામગીરી હાથ ધરી છે. રેસકોર્ષમાં અલગ અલગ મનોરંજનના ઈન્સ્ટ્રુમેન્ટ તેમજ અટલ સરોવર ખાતે બોટીંગ અને એમ્યુઝમેન્ટ પાર્ક માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે આગામી તા.19ના રોજ ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવશે ત્યાર બાદ અલગ અલગ પ્રોજેકટના બીડ ખોલવામાં આવશે અને કામગીરી શરૂ કરવામાં આવશે.
રૈયા ખાતે તૈયાર થનાર અટલ સરોવર માટે મનપાએ કામગીરીનો આરંભ કર્યો છે. સરોવર ખાતે 70 મીટરનો ફલેગ માર્સ્ટ તેમજ બોટીંગ માટે પ્લેટફોર્મની કામગીરી તથા રેસકોર્ષ માટે લેસર-શો, ડ્રીકીંગ વોટર સીસ્ટમ, સોલાર કલોક, સીસીટીવી કેમેરા, પાકિગ પેશ, ફૂડ કોડ, પાર્ટી લોન, એમપી થીયેટર, ટીકીટ વીંડો, બોટેનીકલ ગાર્ડન, સીનીયર સીટીઝન ગાર્ડન, ચિલ્ડ્રન પાર્ક, બેબી ટોપ ટ્રેઈન, ફેરી વીલ, ટ્રેઈન સ્ટેશન, પાવર સપ્લાય સ્ટેશન, એલઈડી સ્ટીટમ, રીટેઈનીંગ વોલ સહિતના કામો માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અટલ સરોવર ખાતે દરરોજ 10 હજાર સહેલાણીઓ પાર્ક ખાતે મનોરંજન માણી શકે તે માટે અદ્યતન સુવિધાઓ ઉભી કરવામાં આવશે. લેશર શો એક સાથે 500 વ્યકિત માણી શકશે તેમજ અટલ સરોવરની બંન્ને સાઈડ રીવર ફ્રન્ટ ટાઈપનો ગાર્ડન બનાવવામાં આવશે તેવીજ રીતે સરોવરની વચ્ચે સેલ્ફી પોઈન્ટ તૈયાર કરવામાં આવશે. 2700 કરોડના સ્માર્ટ સીટી યોજના અંતર્ગત અટલ સરોવર પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યુ છે. રાજય સરકાર દ્વારા તમામ ખર્ચ માટે ગ્રાંટ ફાળવવામાં આવશે. સીંગાપુર અને ઈટલીમાં બનાવવામાં આવેલ એમ્યુઝમેન્ટ પાર્ક જેવો જ આધુનીક પાર્ક તૈયાર કરવામાં આવશે. અગાઉ કામગીરી કરેલ હોય તેવા અનુભવી કોન્ટ્રાકટરોને કામ આપવામાં આવશે.