મકાનના પ્રશ્ર્ને ભાઇ સાથે ઝઘડો થતા આધેડે ઝેરી દવા ગટગટાવી

 મકાન ખાલી કરી દેવાનું કહી ભાઇએ તોડફોડ કર્યાનો આક્ષેપ
રાજકોટ તા.13
શહેરના નવા થોરાળા વિસ્તારમાં રહેતા આધેડ સાથે તેના જ ભાઇએ મકાન ખાલી કરવા ઝઘડો કરી મકાનમાં તોડફોડ કરતા આધેડને લાગી આવતા ઝેરી દવા પી લીધી હતી. આધેડને સારવારમાં ખસેડાયા હતાં. આ બનાવ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ નવા થોરાળા શેરી નં.7માં રહેતા પ્રવિણભાઇ રણછોડભાઇ મંડળી નામના 52 વર્ષના પ્રજાપતિ આધેડે ભાઇ સાથે ઝઘડો થતા પોતાના ઘરે ઝેરી દવા આ આપઘાતનો પ્રયાસ કરતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં પ્રવિણભાઇ મંડળી અને તેના ભાઇ શાંતિભાઇ મંડળી જ્યારે સાથે હતાં. ત્યારે મકાન વેંચાતુ લીધું હતું જેના દસ્તાવેજ શાંતિભાઇ મંડળીના નામનો કર્યો હતો. બાદમાં શાંતિભાઇ મંડળી તેના ભાઇ પ્રવિણભાઇ મંડળીને મકાન ખાલી કરવા બાબતે ઝઘડો કરી ઘરમાં તોડફોડ કરી હતી. આ અંગે પ્રવિણભાઇ મંડળીને લાગી આવતા તેમણે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો પ્રવિણભાઇએ તેના ભાઇ શાંતિભાઇ મંડળી પર આક્ષેપ કર્યો છે. થોરાળા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.