રાજ્યમાં સ્ટેટ મોનિટરિંગ સેલની રચના 6 ઙજઈં સહિત 22 કર્મચારીઓની નિમણૂક

 રાજકોટના પૂર્વ પીએસઆઈ અને હાલના ત્રણ જવાનોનો પણ સમાવેશ
ગાંધીનગર તા.13
ડીજીપી શિવાનંદ ઝા અને સ્ટેટ મોનિટરીંગ સેલના એડિશન ડીજી નિરજા ગોત્રુનાં સ્ટેટ મોનિટરીંગ સેલમાં છ પીએસઆઈ સહિત 22 કર્મચારીઓની નિમણુંક કરવામાં આવી છે. ડીજી વહિવટ ટી.એસ. બિસ્ટના હુકમમાં આ તમામ કર્મચારીઓને હાલની પોસ્ટીંગ પરથી તાત્કાલીક અસરથી છુટા કરવાનો આદેશ કર્યો છે. સ્ટેટ મોનિટરીંગ સેલમાં એક મહિલા પીએસઆઈ અને બે પુરૂષ પીએસઆઈની અગાઉ નિમણુંક કરવામાં આવી હતી. હવે મોનિટરીંગ સેલમાં વધુ છ પીએસઆઈની નિમણુંક કરવામાં આવતા પીએસઆઈની સંખ્યા 9 થઈ છે.
આ ઉપરાંત સંદેશા વ્યવહાર માટે 1 વાયરલેસ પીએસઆઈની પણ નિમણુંક કરવામાં આવી છે અન્ય 15 કર્મચારીઓમાં એક આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેકટર 7 હેડ કોન્સ્ટેબલ અને 5 કોન્સ્ટેબલની નિમણુંક કરવામાં આવી છે. સ્ટેટે મોનિટરીંગ સેલમાં પ્રથમ વખત ઈન્ટરવ્યુના આધારે કર્મચારીઓની નિમણુંક કરવામાં આવી છે. આજે શુક્રવારે 6 પીએસઆઈ સહિત 22 કર્મચારીઓની નિમણુંક કરવામાં આવી તે કર્મચારીઓને રાજકોટ, અમદાવાદ, સુરત શહેર ઉપરાંત બોટાદ, ગીર સોમનાથ, સુરત ગ્રામ્ય,મહેસાણા અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસંદગી કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટેટ મોનિટરીંગ સેલમાં પીઆઈની ત્રણ જગ્યાઓ છે પરંતુ આ ત્રણેય જગ્યાઓ ખાલી છે. આ ઉપરાંત સ્ટેટ મોનિટરીંગ સેલના ડીવાયએસપી જયોતિ પટેલની પણ આજ સ્થળે ત્રણ વર્ષ કરતા વધુ સમય થઈ ગયો છે તેમની પણ આગામી મહિનાઓમાં બદલી થાય તેવી શકયતાઓ છે અને મોનિટરીંગ સેલમાં નવા પીઆઈ અને ડીવાયએસપીની નિમણુંક કરવામાં આવશે.