ગોંડલ હાઇવે ઉપર શાપર નજીક ઘાસ ભરેલા ટ્રકમાં આગ લાગતાં નાસભાગ

  • ગોંડલ હાઇવે ઉપર શાપર નજીક ઘાસ  ભરેલા ટ્રકમાં આગ લાગતાં નાસભાગ

ફાયરબ્રિગેડ સ્ટાફે આગ ઉપર કાબૂ મેળવતા
મોટી દુર્ઘટના ટળી
રાજકોટ: રાજકોટ ગોંડલ હાઇવે ઉપર શાપર વેરાવળ નજીક સીએનજી પમ્પ પાસે ભરેલા ટ્રકમાં અચાનક કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી ઘટનાને પગલે ફાયર બ્રિગેડનો સ્ટાફ દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવતા મોટી દુર્ઘટના ટળી હતી. રાજકોટ ગોંડલ હાઇવે ઉપર કેશોદથી ભુજ ઘાસ ભરાઈને જતો જી જે 11 8106 નંબરનો ટ્રક શાપર વેરાવળમાં સીએનજી પમ્પ નજીક પહોંચ્યો ત્યારે અગમ્ય કારણોસર ટ્રકમાં રાખેલા ઘાસમાં આગ ભભૂકી ઉઠતા જોતજોતામાં આખો ટ્રક આગની ચપેટમાં આવી ગયો હતો ઘટનાની ગંભીરતાને પગલે ચાલક નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડનો સ્ટાફ દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે આખો ટ્રક આગમાં ખાખ થઇ ગયો હતો પમ્પ સામે આગ લાગી હોય ફાયર બ્રિગેડે ત્વરિત કામગીરી કરતા મોટી દુર્ઘટના ટળી હતી.