કેન્સર, ડાયાબિટીસની વિદેશી દવા સસ્તી થશે

નવી દિલ્હી તા.13
કેન્સર, ડાયાબિટીસ અને હાર્ટએટેકને લગતી બીમારી માટે વિદેશી દવાઓ ટૂંક સમયમાં સસ્તી થશે. માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું કે સરકાર વિદેશી દવાઓ માટે લાઇસન્સ અને રજિસ્ટ્રેશનની કિંમતમાં 50 ટકા ઘટાડો કરવાની તૈયારીમાં છે. આને પરિણામે વિદેશથી આ દવાઓની આયાત મોંઘી થઈ જશે. આથી, કંપનીઓ દેશમાં જ આ દવાઓનું ઉત્પાદન કરશે. ભારત દ્વારા દર વર્ષે રૂ.10,000 કરોડની વિદેશી દવાની આયાત કરવામાં આવે છે જે તેની આવશ્યક્તાના 9 ટકા છે.
સરકાર કિંમતમાં વધારો કરવા માગે છે અને તેને પરિણામે વિદેશી કંપનીઓ સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપશે. આથી, વિદેશી દવાઓ સસ્તી મળી શકશે. આ પરિસ્થિતિ સર્જાય તો કેન્સર, ડાયાબિટીસ અને હાર્ટએટેકને લગતી બીમારી માટે વિદેશી દવાઓ સસ્તી થશે. ઇમ્પોર્ટ લાઇસન્સની કિંમત અને રજિસ્ટ્રેશનની કિંમતમાં વધારો કરવામાં આવે તો મેન્યુફેક્ચર્સને મુશ્કેલી થઈ શકે છે. આ નિર્ણય લેતા પૂર્વે સરકાર દવા કંપનીઓનો અભિપ્રાય મેળવશે. આ નિર્ણય પાછળનો એકમાત્ર હેતુ છે કે વિદેશી દવાઓ સસ્તી કરવી, પેટન્ટેડ દવાઓના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવું અને અન્ય દેશો પરની આત્મનિર્ભરતા દૂર કરવી.