‘બેકાબૂ’ સીટી બસનાં ચાલકોને ‘કાબુ’ કરશે પોલીસ

  • ‘બેકાબૂ’ સીટી બસનાં ચાલકોને ‘કાબુ’ કરશે પોલીસ

 ચાલકોને માર્ગદર્શન આપી લાઇસન્સ સહિતની ચકાસણી કરશે પોલીસ
રાજકોટ : રાજકોટ શહેરમાં બેકાબૂ વાહન ચલાવતા સીટી બસના ચાલકો સહિતના તમામ ખાનગી કોન્ટ્રાક્ટમાં ચાલતા વાહનચાલકો ઉપર પોલીસ ધોંસ બોલાવશે તમામને વાહન ચલાવવા અંગે ક્લાસ આપી તમામના લાઇસન્સ સહિતના પુરાવાઓ ચેક કરવા તખ્તો ઘડાઈ રહ્યો છે
રાજકોટ શહેરમાં સીટી બસ અને ટીપરવાન સહિતના કોન્ટ્રાકટ બેઝમાં કામ કરતા ચાલકો અવારનવાર અકસ્માત સર્જતાં હોય છે તમામ ચાલકો બેકાબુ બનીને મન ફાવે તે રીતે વાહનો ચલાવતા હોય છે ત્યારે આવી પરિસ્થિતિમાં આવા વાહનચાલકો સામે પગલાં લેવાની ઉઠેલી માંગ અન્વયે આગામી દિવસોમાં પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની રાહબરી હેઠળ સીટી બસ અને ટીપરવાનના ચાલકો માટે ત્રણ તબક્કામાં ક્લાસ લેવામાં આવશે અને વાહન ચલાવવા મુદ્દે માર્ગદર્શન આપવામાં આવશે આ ઉપરાંત ખાનગીરાહે પોલીસ દ્વારા સંલગ્ન અધિકારીઓને સાથે રાખીને ચેકીંગ કરી તમામમાં લાઇસન્સ સહિતના આધાર પુરાવાઓની ચકાસણી કરવામાં આવશે