કચ્છી ઉદ્યોગપતિ મુંબઈથી લાપતા; અપહરણની આશંકા

 શેરબજાર ‘ઢેર’ થતાં અનેક આશંકા: કંપનીના શેરનો ભાવ મહિનામાં 445થી ઘટી 145 થઈ થયો હતો
મુંબઈ તા,13
કચ્છી ઉદ્યોગપતિ હર્ષદ ઠક્કર છેલ્લા 10 દિવસ દિવસથી લાપતા છે. છેલ્લા તેઓ 2 ઓક્ટોબરે ઓફિસ ગયા બાદ ઘરે પરત ફર્યા નથી. શેર માર્કેટમાં થયેલા કડાકા બાદ કરોડોનું નુકશાન થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસ દ્વારા ઉદ્યોગપિતની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર છેલ્લા બે અઠવાડિયાથી શેર માર્કેટમાં ભારે કડાકા ધડાકા ચાલી રહ્યા છે. જેમાં હર્ષદ ઠક્કરની કંપનીના શેર એક મહિના પહેલા 445 રૂપિયા પાર ટ્રેન્ડ કરતો હતો. જે શુક્રવારે દિવસના અંતે 154 રૂપિયાના તળિયે પહોંચી ગયો છે. તેમના પરીવારજનો દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. શંકા એવી પણ સેવવામાં આવી છે કે તેમનું અપહરણ કરવામાં આવ્યું હોઈ શકે.
હર્ષદ ઠક્કર વેલન્ટાઈન ગ્રુપના સીએમડી છે. સાથે આશાપુરા ઈન્ટિમેટ ફેશન લિમિટેડના માલિક હતા. સુરત અને બરોડામાં 4 સ્ટોર પણ આવેલા છે. મૂળ કચ્છના જખૌ વિસ્તારના વતની હર્ષદ ભાઈએ શૂન્યમાંથી સર્જન કર્યુ હતું.