જામ્યો છે રંગ, ખેલૈયાઓ સંગ

રાજકોટ તા.13
ગુજરાત મિરર અને પાર્થરાજ કલબ આયોજીત બામ્બુ બિટ્સમાં રંગ જામી રહ્યો છે. ખૈલૈયાઓ ઢોલના તાલે ગરબે ઘુમી રહ્યા છે. હવે તો ગ્રાઉન્ડ ટુકું પડી રહ્યુ છે તેટલી મેદની ઉમટી રહી છે.
બામ્બુ બિટ્સનું ગ્રાઉન્ડ ખેલૈયાઓથી હાઉસફૂલ થઈ ગયુ છે. હવે તો ખેલૈયાઓના પગ ઉભા રહેવાનું નામ નથી લઈ રહ્યા. કોઈ એમના યુનિક સ્ટેપ્સથી ગ્રાઉન્ડ જીતવા માંગે છે તો કોઈ એમના હેવી ડ્રેસથી. ઢોલીડા ઢોલ ધીમો-ધીમો વગાડ ના, રઢીયાળી રાતડીનો જો જે રંગ જાય ના’ આવું જ કંઈક શુક્રવારે બન્યું. નોરતા દરમિયાન ગરબા રમવા નીકળેલા ખેલૈયાઓના મનમાં હતું તેના કરતાં પણ તેઓ બમણા ફોર્સથી બામ્બુ બિટ્સમાં ગરબા રમતા જોવા મળ્યા, ખેલૈયાઓ ગરબાનો સમય પૂરે-પૂરો વસૂલ કરવાના મૂડમાં જોવા મળ્યા હતાં. બામ્બુ બિટ્સના ખેલૈયાઓને ગીત-સંગીતના તાલે ડોલાવતા સંગીતકારોની જોડીઓએ જમાવટ કરી દીધી છે. જેમ જેમ રાત્રિ ઢળતી જાય છે તેમ તેમ સંગીતકારોના સૂરોના તાલે ખેલૈયાઓ ઝૂમી રહ્યા છે. બામ્બુ બિટ્સના સંગીતકારોમાં જયેશભાઇ ગાંધી, વિનયકુમાર, તૃપ્તિ નાયક, પલ્લવી તેલગાંવકરની જોડી ખેલૈયાઓને જોમ અને જોશ પૂરો પાડી રહી છે. આ ઉપરાંત આર.જે. આકાશ પણ તેની આગવી શૈલીમાં એન્કરિંગ કરી ખેલૈયા-પ્રેક્ષકોનું મનોરંજન પૂરું પાડી રહ્યા છે.
(તસવીરો: દિવ્યરાજસિંહ સરવૈયા, રવિ ગોંડલિયા)